મુંબઈ : તા.22 જૂન 2022,બુધવાર : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોરોના સંક્રમણને પગલે તેમને એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે આજે બપોરે રાજ્યપાલને મળવાના હતા તે સમયે જ રાજ્યપાલ કોરોના સંક્રમિત આવ્યા છે.આ તરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં છે.શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે હાલ પાર્ટીથી નારાજ છે અને તેમણે બાગી વલણ અપનાવ્યું છે.એકનાથ શિંદેને પાર્ટીના તથા અપક્ષના કુલ 40 ધારાસભ્યોનો સાથ મળ્યો છે.તેઓ સૌ હાલ આસામના ગુવાહાટીમાં ઉપસ્થિત છે.મહારાષ્ટ્રની MLC ચૂંટણીમાં કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ભાજપને તેનો ફાયદો મળ્યો હતો.ત્યાર બાદ એકનાથ શિંદે તથા બાકીના ધારાસભ્યો ગુજરાતના સુરત ખાતે રોકાયા હતા અને હવે સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે.


