56 લાખ રૂમ ભાડુ, 56 લાખનું ભોજન બિલઃ શિવસેનાના બાગી ધારાસભ્યોએ ગુવાહાટીની હોટેલમાં કરી મજા

96

ગુવાહાટી : તા.24 જૂન 2022,શુક્રવાર : મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હાલમાં આસામમાં રોકાયા છે.અહીં તેમનું ઠેકાણું ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલ છે.આ મોટી હોટલમાં રહેવા માટે બળવાખોર ધારાસભ્યો કેટલા પૈસા ખર્ચી રહ્યા છે તે અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.જાણવા મળ્યું છે કે,હાલમાં રૂમ 7 દિવસ માટે બુક કરવામાં આવ્યા છે.જેના પર કુલ ખર્ચ 1.12 કરોડ રૂપિયાની નજીક છે.

અહેવાલ અનુસાર,એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં કુલ 70 રૂમ બુક કરવામાં આવ્યા છે.આ રૂમ કુલ 7 દિવસ માટે બુક કરવામાં આવે છે.આ બુકિંગ માટે કુલ 56 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.આ સિવાય ભોજન અને અન્ય સેવાઓ પર રોજના 8 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.7 દિવસના હિસાબે આ ખર્ચ રૂ.56 લાખ થાય છે.આ રીતે બુકિંગ અને ખાવા-પીવાનો ખર્ચ મળીને 1.12 કરોડ રૂપિયા થાય છે.

Share Now