જયપુર : 29,જૂન,2022,બુધવાર : ઉદયપુરમાં ટેલર કનૈયાલાલી હત્યાએ દેશમાં ચકચાર મચાવી છે.આ ઘટના ઉદયપુરના ધાનમંડી વિસ્તારના ભૂત મહેલ વિસ્તારમાં બની હતી.કનૈયાલાલ ટેલરિંગની દુકાન ચલાવતો હતો.આ દરમિયાન જ બે મુસ્લિમ યુવકો બાઇક પર આવીને કપડા સિવડાવવા છે માપ લો એમ કહેવા લાગ્યા,આ દરમિયાન જ હુમલો કરીને મારી નાખવામાં આવ્યો હતો.એટલું જ નહી બેખોફ રીતે હત્યા કરીને તેના વીડિયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે રાજસ્થાન પોલીસ ખુલાસો કર્યો છે કે તે હત્યા કરનારા આરોપીઓની લિંક પાકિસ્તાનના ઇસ્લામિક સંગઠન દાવત એ ઇસ્લામી સાથે છે.એટલું જ નહી તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કરપીણ હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદ 2014માં કરાંચી પણ ગયો હતો.રાજસ્થાનના પોલીસના વડાના જણાવ્યા અનુસાર કનૈયાલાલની હત્યામાં જોડાયેલા બે ઉપરાંત સંપર્કમાં રહેનારા ત્રણ એમ પાંચની ધરપકડ કરવામાં આવી છે.એટલું જ નહી પોલીસે શાંતિ અને સદભાવ જાળવી રાખવા પણ અપીલ કરી હતી.

