By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યમાં ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની વકીઃ હવામાન વિભાગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યમાં ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની વકીઃ હવામાન વિભાગ
AhmedabadGeneral

રાજ્યમાં ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની વકીઃ હવામાન વિભાગ

HM News
Last updated: 01/07/2022 6:45 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યના દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે હજુ અનેક વિસ્તારોમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.અનેક વિસ્તારોમાં હજુ સુધી વાવણી થઈ શકી નથી. બીજી તરફ હવામાન વિભાગે લોકોને રાહત આપતા સમાચાર આપ્યા છે.આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ રહેશે.બીજી તરફ રથયાત્રાના દિવસે પણ અમદાવાદમાં વરસાદની વકીને કારણે રથયાત્રામાં રથ ભીંજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.એવી લોક વાયકા છે કે,જો રથયાત્રામાં રથ ભીંજાય તો આખુંય વર્ષ સારું જાય.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે,“રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદ રહેશે.ખાસ કરીને 30 અને 1 જુલાઈના રોજ છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

30 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડશે.આ વિસ્તારોમાં પહેલી જુલાઈથી વરસાદ વધવાની સંભાવના.ગુજરાત રિઝનમાં બીજી અને ત્રીજી જુલાઈના રોજ વરસાદ વધવાની સંભાવના રહેલી છે.ગુજરાત રિઝનમાં 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.ખાસ કરી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,સુરત,દમણ,દાદરા નગર હવેલીમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતના અરવલ્લી,બનાસકાંઠા,સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે.” હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં વરસાદ લાવતી કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ આગામી બે દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.આ બંને શહેરમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે.

મથુરા કોર્ટ શ્રી કૃષ્ણજન્મભૂમિ વિવાદનો ચાર મહિનામાં ઉકેલ લાવે : અલ્હાબાદ હાઈકોર્ટ
નોરા ફતેહીને થયો કોરોના, થઇ આવી હાલત
ક્યાં છે મોંઘવારી! DLFએ ગુરુગ્રામમાં ત્રણ દિવસમાં 7 કરોડ રૂપિયાના 1137 ફ્લેટ વેચ્યા, જાણો વિગત
બુલડોઝર ચોરીને ATMના કર્યા 3 ટુકડા, તો પણ ચોરો મશીનમાં રાખેલી રોકડ ન લૂંટી શક્યા
એડલવાઇઝ જુલાઈમાં બીજા તબક્કામાં ભારત બોન્ડ ઇટીએફ રજૂ કરશે
Share This Article
Facebook Email Print
Previous Article મોસાળ સરસપુરમાં બે લાખથી વધુ ભક્તજનો માટે જમણવારની તૈયારી
Next Article અમરનાથ યાત્રા ત્રણ વર્ષે શરૂ થઇ: 2,750 યાત્રિકો રવાના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up