શ્રીનગર : તા.09 જુલાઈ 2022,શનિવાર : જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગ્યે આભ ફાટ્યું હતું.અત્યાર સુધી આ દુર્ઘટનામાં 17 લોકોના મોતની પુષ્ટી કરાવામાં આવી છે.આ દુર્ઘટનામાં રાજસ્થાનના 2 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે.આ ઘટનામાં 65થી વધુ લોકો ઈર્જાગ્રસ્ત થયા છે જ્યારે 40થી વધારે લોકો ગુમ થયા છે.સાથે જ ઘટનામાં ગુમ થયેલા લોકોનું હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.ભારતીય સેનાના નેતૃત્વમાં NDRF,SDRF અને ITBPની ટીમો મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
AFનું કહેવું છે કે,ભારતીય વાયુસેનાએ અમરનાથ ગુફા સ્થળ પર બચાવ કામગીરી માટે શ્રીનગરથી 2-2 ALH ધ્રુવ અને Mi-17 V5 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.AN-32 અને Ilyushin-76 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વધુ જરૂરિયાતો માટે ચંદીગઢ ખાતે સ્ટેન્ડબાય મોડ પર છે.અમરનાથ ગુફા પાસે બનેલી આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે,અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી વ્યથિત છું.શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.તેની સાથે જ તેમણે કહ્યું હતું કે,આ ઘટના પર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથએ ફોન પર વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે.અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.PM નરેન્દ્ર મોદીની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા,પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ,કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહ અને અન્ય ઘણા નેતાએ સાથે લોકોએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે

