TMC સાંસદ મહુઆ મોઇત્રાએ મા કાલી પર એક કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા કાલી વિવાદ પર નિવેદન આપ્યું છે. સ્વામી આત્મસ્થાનંદની જન્મજયંતિ પર પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઈશારામાં ટીએમસી પર નિશાન સાધ્યું હતું.પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સમગ્ર વિશ્વ અને દરેક વસ્તુ મા કાલીની ચેતનાથી વ્યાપી છે.આ ચેતના બંગાળની કાલી પૂજામાં જોવા મળે છે.આ ચેતના બંગાળ અને સમગ્ર ભારતની આસ્થામાં દેખાય છે.સ્વામી રામકૃષ્ણ પરમહંસને ચેતનાના આ કિરણનો અહેસાસ થયો હતો.પીએમ મોદીએ કહ્યું કે માતા કાલીની ચેતના સમગ્ર ભારતની આસ્થામાં છે.
નોંધનીય છે કે TMC સાંસદ મહુઆ મોઇત્રાએ મા કાલી પર એક કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.તેમણે મા કાલીને એક એવી દેવી ગણાવી હતી જે માંસ ખાય છે અને વાઇન પીવે છે.જો કે ટીએમસીએ તેને તેના ટ્વિટર પર અનફોલો કરી દીધા હતા.તેમના નિવેદનની ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનોએ ટીકા કરી હતી.આ અંગે એક ટીવી ચેનલ સાથેની ચર્ચામાં આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે પીએમ મોદીએ તેમના નિવેદનથી ઈશારામાં મમતા બેનર્જીને નિશાન બનાવ્યા છે.અમિતે કહ્યું કે“ટીએમસી સાંસદ મા કાલીને ખોટી રીતે રજૂ કરે છે.મમતા બેનર્જીએ આ વાતનો ઈન્કાર કર્યો નથી.બલ્કે તેમને બચાવવા માટે નિવેદનો આપ્યા છે.”અમિત માલવિયાએ કહ્યું કે“મમતા બેનર્જીએ હજુ સુધી મહુઆના નિવેદનને નકાર્યું નથી.”

