નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ બાદ ભારતીય ક્રિકેટ ટીમના વરિષ્ઠ ખેલાડીઓ સતત આરામ લઈ રહ્યા છે.દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા,વિરાટ કોહલી,જસપ્રીત બુમરાહ સહિતના ખેલાડીઓ ટીમનો હિસ્સો નહતા.આગામી સમયમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના ટોચના ખેલાડીઓ રોહિત,વિરાટ,બુમરાહ,હાર્દિક અને રિશભ વન-ડેમાં નહીં રમે.શિખર ધવનને કેરેબિયન ટીમ સામેની શ્રેણી માટે કપ્તાન બનાવાયો છે.
પૂર્વ દિગજ્જ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે આ મુદ્દે વેધક સવાલ કર્યો છે.સીનિયર ખેલાડીઓની પ્રતિબદ્ધતા સામે ગાવસ્કરે સવાલ ઉભો કર્યો છે.ગાવસ્કરે કહ્યું કે,વરિષ્ઠ ખેલાડીઓ આઈપીએલમાં બ્રેક નથી લેતા તો પછી દેશ માટે રમતા તેઓ શા માટે વારંવાર બ્રેક લઈ રહ્યા છે.ખેલાડીઓને આ પ્રકારે આરામ આપવાના વિચાર સાથે હું તદ્દન અસહમત છું.જો આઈપીએલમાં તમે બ્રેક નથી લેતા તો દેશ તરફથી રમતા શા માટે લઈ રહ્યા છો.તમારે ભારત માટે રમવું જ પડશે.આરામની વાત ના કરશો તેમ ગાવસ્કરે જણાવ્યું હતું.ટી20માં એક ઈનિંગમાં ફક્ત 20 ઓવર હોય છે.તેમાં રમવાથી તમારા શરીર પર કોઈ વધુ ભાર નથી આવી જતો.
ટેસ્ટ મેચમાં રમવાથી શરીર અને મગજ બન્ને પર ભાર આવતો હોય છે તેનાથી હું વાકેફ છું.પરંતુ મારા મતે ટી20 રમવાથી કોઈ વધુ મુશ્કેલી પડતી નથી.ખેલાડીઓને આરામ આપવાની નીતિ બાબતે બોર્ડે પણ દખલ કરવી જોઈએ.ગ્રેડ એના તમામ ખેલાડીઓ દમદાર કોન્ટ્રાક્ટ ધરાવે છે.દરેક મેચ માટે તેમને તગડી ફી પણ મલે છે.તેવો પ્રશ્ન પણ ગાવસ્કરે કર્યો હતો.ભારતીય ક્રિકેટના વધુ પ્રોફેશનલ બનાવવા માટે એક લક્ષ્મણ રેખા જરૂરથી નક્કી કરવી પડશે.જો આરામ જ કરવો હોય તો તેવા ખેલાડીઓની જવાબદારીમાં ઘટાડો કરવો જોઈએ.

