By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાના એક લાખથી વધુ કેસ ધરાવતો અમેરિકા પ્રથમ દેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોનાના એક લાખથી વધુ કેસ ધરાવતો અમેરિકા પ્રથમ દેશ
GeneralInternational

કોરોનાના એક લાખથી વધુ કેસ ધરાવતો અમેરિકા પ્રથમ દેશ

HM News
Last updated: 29/03/2020 2:16 PM
HM News
6 years ago
Share
SHARE

– કોરોનાથી વિશ્વમાં કુલ મૃત્યુઆંક 30,000ની નજીક
– ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં કોરોનાથી 17,000થી વધુનાં મોત : સ્પેનમાં 9,000થી વધુ હેલ્થ વર્કર્સને ચેપ થયો
– બ્રિટનમાં વધુ એક મંત્રી એલિએસ્ટર જેક કોરોનાની ઝપેટમાં ચીનમાં કોરોના કાબુમાં આવતાં વુહાનમાં નિયંત્રણો હળવા કરાયા `

વોશિંગ્ટન/રોમ,

કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. ચીન પછી અમેરિકા, ઈટાલી અને સ્પેન કોરોનાના એપી સેન્ટર બન્યા છે. સમગ્ર વિશ્વમાં શનિવારે કોરોનાના કેસનો આંકડો ૬.૪૫ લાખથી વધુ થઈ ગયો હતો જ્યારે અમેરિકામાં નવા ૧૬૫૨ કેસ સાથે કુલ કેસની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે જ્યારે નવા ૩૫નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૩૧ થઈ ગયો છે. વિશ્વમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૦ હજારની નજીક પહોંચી ગઈ છે. ઈટાલી અને સ્પેનમાં એક જ દિવસમાં છેલ્લા કેટલાક દિવસથી ૫૦૦થી વધુનાં મોતની સ્થિતિ યથાવત્ રહી છે. ઈટાલીમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૦૦ને પાર થઈ ગયો છે જ્યારે સ્પેનમાં અંદાજે ૬,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, ૧,૩૮,૦૦૦થી વધુ લોકો સાજા થયા છે.

વિશ્વમાં કોરોના વાઈરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો સ્પષ્ટપણે સંકેત આપે છે કે વિશ્વએ ઘણી લાંબી લડત લડવાની છે. જર્મન ચાન્લેસલર એન્જેલા મર્કેલે એક ઓડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, આ તબક્કે આપણે કોરોનાનો પ્રસાર સંપૂર્ણપણે અટકાવી શકીશું નહીં, પંરતુ આપણે દૈનિક નવા કેસોની સંખ્યામાં ઘટાડો કરવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ છીએ. આમ કરવાથી કોરોનાનો પ્રસાર ધીમો થઈ શકશે. મર્કેલ પોતે કોરોનાનો કેસ પોઝીટીવ આવતાં હોમ ક્વોરેન્ટાઈનમાં છે. મર્કેલે દેશવાસીઓને ધીરજ રાખવા અપીલ કરી હતી. જર્મનીમાં આવશ્યક ચીજો સિવાયની બધી જ દુકાનો બંધ કરી દેવાઈ છે અને બેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ પ્રતિબંધો ૨૦મી એપ્રિલ સુધી ચાલશે.

ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાંની હેલ્થ સિસ્ટમે કોરોના સામે હથિયાર હેઠાં મુકી દીધા છે. યુરોપમાં કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે ઈંગ્લેન્ડ સહિતના દેશોએ લોકડાઉનની જાહેરાત કરતાં અત્યંત વ્યસ્ત અને ગીચ વસતીવાળા શહેરોમાં રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. સ્પેનમાં પણ લગભગ બે સપ્તાહથી લોકોને ઘરોમાં જ રહેવા નિયંત્રણો મૂકી દેવાયા છે. સ્પેનમાં શનિવારે એક જ દિવસમાં ૮૩૨થી વધુનાં મોત નીપજ્યાં હતા. આ સાથે તેનો કુલ મૃત્યુઆંક ૫૮૧૨ થયો હતો. સ્પેનમાં એક જ દિવસમાં ૮,૦૦૦થી વધુ નવા કેસો સાથે કુલ સંખ્યા ૭૨,૦૦૦થી વધુ થઈ ગઈ હતી. સ્પેનમાં કોરોના સામે લડતા ડોક્ટર્સ, નર્સ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ સતત કામ કરી રહ્યા છે ત્યારે ત્યાં ૯,૦૦૦થી વધુ હેલ્થ વર્કર્સ પણ કોરોનાના ચેપનો ભોગ બન્યા છે.

બ્રિટનમાં વડાપ્રધાન બોરીસ જ્હોન્સન અને સ્વાસ્થ્ય મંત્રી પછી હવે વધુ એક કેબિનેટ મંત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સ્કોટીશ સેક્રેટરી એલિએસ્ટર જેકમાં કોરોનાના લક્ષણો જણાયા હતા. આથી તેઓ સેલ્ફ આઈસોલેશનમાં ગયા હોવાની તેમણે જાહેરાત કરી હતી. આ સાથે બ્રિટનમાં શનિવારે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૦૦થી વધુ થઈ ગયો છે.

કોરોનાનું એપી સેન્ટર ચીનમાંથી હવે પશ્ચિમ તરફ શીફ્ટ થયું છે ત્યારે ચીનમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ઘટી છે. ચીનમાં શનિવારે કોવિડ-૧૯ના નવા માત્ર ૫૪ કેસ નોંધાયા હતા. ચીનમાં કોરોનાપર એકંદરે નિયંત્રણ મેળવી લેવાયું હોવાથી વુહાનમાંથી છ સબવે લાઈન્સને મર્યાદિત નિયંત્રણો સાથે ખુલ્લી મુકાઈ હતી. વુહાનના પાંચ જિલ્લાઓના ૧.૧ કરોડ લોકો પરના પ્રવાસ નિયંત્રણો હળવા કરાયા હતા. ચીનમાં શનિવારે નોંધાયેલા ૫૪ કેસ ઈમ્પોર્ટેડ છે. છેલ્લા બે દિવસમાં દેશમાં સ્થાનિક સ્તરે કોઈ નવો કેસ નોંધાયો નહીં હોવાનું નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં પણ કોરોનાનો પ્રકોપ વધ્યો છે. પાકિસ્તાનમાં કોરોનાના કેસની સંખ્યા ૧,૪૦૮ થઈ હતી અને મૃત્યુઆંક ૧૧ થયો હતો. પાકિસ્તાનમાં કોરોનાના મોટાભાગના દર્દીઓ ઈરાનથી પરત ફરેલા લોકો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. વિશ્વમાં કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે ૧,૩૭,૦૦૦થી વધુ લોકો સાજા થયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિચાર્યા વગર લોકડાઉન ક્રૂરતા : અસદુદ્દીન ઓવૈસી
Next Article હોસ્પિટલમાંથી ભાગ્યો કોરોનાનો દર્દી, 5 કલાકે પકડાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up