By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લઠ્ઠાકાંડમાં આરોપી એમોસ કંપનીના ડાયરેકટર સમીર પટેલના આગોતરા જામીન ફગાવાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લઠ્ઠાકાંડમાં આરોપી એમોસ કંપનીના ડાયરેકટર સમીર પટેલના આગોતરા જામીન ફગાવાયા
AhmedabadGeneral

લઠ્ઠાકાંડમાં આરોપી એમોસ કંપનીના ડાયરેકટર સમીર પટેલના આગોતરા જામીન ફગાવાયા

HM News
Last updated: 24/08/2022 8:13 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.24 ઓગષ્ટ 2022,બુધવાર : ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા લઠ્ઠાકાંડના મહત્વના કેસમાં એમોસ કંપનીના ડાયરેકટર અને મુખ્ય સૂત્રધાર આરોપી સમીર નલીનભાઇ પટેલ અને આરોપી મેનેજર રાજેન્દ્ર પ્રવીણ દસાડિયાની આગોતરા જામીન અરજી આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી.અમદાવાદ ગ્રામ્ય કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ સચિન શેઠીએ ચુકાદામાં ગંભીર અવલોકન સાથે મુખ્ય સૂત્રધાર આરોપી ડાયરેકટર સમીર નલીનભાઇ પટેલ અને મેનેજર રાજેન્દ્ર દસાડિયાને આગોતરા જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.આમ, બોટાદ સેશન્સ કોર્ટ બાદ હવે એમોસ કંપનીના આરોપી ડાયરેકટર સમીર પટેલ અને દસાડિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી પણ બહુ મોટો ઝટકો મળ્યો છે.

કંપનીના આરોપી મેનેજર રાજેન્દ્ર દસાડિયાની આગોતરા જામીન અરજી પણ કોર્ટે ફગાવી

એમોસ કંપનીના ડાયરેકટર સમીર નલીનભાઇ પટેલ અને મેનેજર રાજેન્દ્ર પ્રવીણ દસાડિયા દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીનો મુખ્ય સરકારી વકીલ પ્રવીણભાઇ ત્રિવેદીએ સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપી સમીર પટેલ એમોસ કંપનીનો મુખ્ય ડાયરેકટર છે અને તેમની કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો ૬૦૦ લિટરનો જથ્થો ગેરકાયદે રીતે બહાર લઇ જવાયો હતો,જેના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો,જેમાં ૪૬થી વધુ આરોપીઓના કરૃણ મોત નીપજયા હતા અને ૭૧થી વધુની તબિયત બગડી હતી.આ ગંભીર અને ગુનાહિત અપરાધ માટે આરોપીની સીધી જવાબદારી ઠરે છે. આરોપીઓ વિરૃધ્ધ ઇપીકો કલમ-૩૦૪,૩૦૨ સહિતના ગુનાનું તહોમત છે. એમોસ કંપનીમાંથી નિયત માત્રા કરતાં ૭૩૭ લિટર વધુ મિથાઇલ આલ્કોહોલનો જથ્થો મળી આવ્યો હતો.વળી, કંપનીના ડાયરેકટરોએ મિથાઇલ આલ્કોહોલ રાખવા અંગેના લાયસન્સના નિયમોનો પણ સરેઆમ ભંગ કર્યો છે.જેના કારણે કંપનીના આરોપી સુપરવાઇઝર જયેશે રમેશભાઇ ખાવડિયા ગેરકાયદે રીતે કંપનીમાંથી ૬૦૦ લિટરનો જથ્થો બહાર લઇ જઇ લઠ્ઠાકાંડ સર્જવામાં મોટી ભૂમિકા ભજવી છે.સૌથી નોંધનીય વાત એ છે કે, કંપનીમાં સીસીટીવી કે કોઇ મોનીટરીંગ સીસ્ટમ જ નથી જેના કારણે મિથાઇલ આલ્કોહોલ કંપનીમાંથી લાવવા- લઇ જવા પર કોઇ જ નિયત્રણ નહોતુ,આરોપી રાજેન્દ્ર દસાડિયા પણ મેનેજર હોવાના નાતે સમગ્ર પ્રકરણમાં સીધા જવાબદાર ઠરે છે અને તેથી આટલા ગંભીર ગુનામાં કોઇપણ સંજોગોમાં તેઓને આગોતરા જામીન આપી શકાય નહી.બીજું કે, આટલુ ઝેરી કેમીકલના માત્ર ૧૦થી ૩૦ મી.લી. જેટલા સેવનથી પણ માણસ મૃત્યુને ભેટી શકે છે તો આટલા મોટા જથ્થાને લઇ કેટલી ગંભીર દુર્ઘટના સર્જાઇ અને સર્જાઇ શકત તે સૌથી મોટો વિચારવા યોગ્ય પ્રશ્ન છે.આમ, આરોપીઓના ગંભીર ગુનાહિત કૃત્ય, ગુનાની ગંભીરતા અને લઠ્ઠાકાંડ બાદ પણ આરોપીઓ સતત પોલીસ તપાસથી ભાગતા ફરતા રહ્યા તે વર્તણૂંક જોતાં તેઓને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી.સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી બીજા એડિશનલ સેશન્સ જજ સચીન શેઠીએ સમીર પટેલ અને રાજેન્દ્ર દસાડિયાની આગોતરા જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.

સરકારપક્ષ દ્વારા કઇ મહત્વની દલીલો રજૂ કરાઇ..??

– આરોપી સમીર પટેલ એમોસ કંપનીનો મુખ્ય ડાયરેકટર છે અને તેમની કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો ૬૦૦ લિટરનો જથ્થો ગેરકાયદે રીતે બહાર લઇ જવાયો હતો

– આરોપીની ગુનાહિત બેદરકારીના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો, જેમાં ૪૬થી વધુ આરોપીઓના કરૃણ મોત નીપજયા હતા.આ ગંભીર અને ગુનાહિત અપરાધ માટે આરોપીની સીધી જવાબદારી ઠરે છે

– આરોપીઓની કંપનીના સુપરવાઇઝર જયેશ ખાવડિયા દ્વારા ગેરકાયદે રીતે મિથાઇલ આલ્કોહોલનો મોટો જથ્થો બહાર લઇ જવાયો હતો, આમ, નોકરના તમામ કાર્યો માટે માલિક પણ એટલા જ જવાબદાર ઠરે છે

– આરોપીઓ લઠ્ઠાકાંડના ગંભીર ગુના બાદ સતત નાસતા ફરતા રહ્યા છે અને કેસની તપાસમાં સાથ સહકાર આપતા નથી

– આરોપીઓ કંપનીમાં ડાયરેકટર હોવા માત્રથી જવાબદારીમાંથી છટકી શકે નહી

– આરોપીઓની કંપની દ્વારા મિથાઇલ આલ્કોહોલ રાખવાના નિયમો કે જોગવાઇઓનું કોઇ જ પાલન કરાયું નથી

– નોકરની કામગીરી અને તેની ગતિવિધિ પર નજર રાખવાની જવાબદારી માલિકની હોય છે

– આરોપીઓની કંપનીના સંકુલમાંથી ૭૩૭ લિટર જેટલો મિથાઇલ આલ્કોહોલનો જથ્થો જપ્ત કરાયો છે

– આરોપીઓ વિરૃધ્ધના ગુનાની ગંભીરતા, ગુનાહિત કૃત્ય અને નાસતા ફરતા રહેવાના વર્તનને જોતાં તેઓને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી

– આરોપીઓ મિથાઇલ આલ્કોહોલના ગેરકાયદેસર વેચાણ અને તેનો દારૃમાં મિલાવટ સહિતના ઉપયોગ સહિતની તમામ ગુનાહિત પ્રવૃત્તિથી વાકેફ હોવાછતાં તેઓ મૂકસંમંતિ આપી બધુ ચાલવા દીધુ, તેથી તે સીધા જવાબદાર

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોલંબિયામાં પ્રથમ વખત ડાબેરી નેતા ગુસ્તાવો પેટ્રો બન્યા રાષ્ટ્રપતિ
Next Article શહેરમાં આગ લગાવી દઈશ, મુસ્લિમો રસ્તા પર ઉતરે : તેલંગાણા કોંગ્રેસ નેતા રાશિદ ખાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up