By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: YouTube સ્ટાર બની ઠગ, ફોલોઅર્સને જાળમાં ફસાવીને મેળવ્યા 400 કરોડ રૂપિયા, જાણો મામલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > YouTube સ્ટાર બની ઠગ, ફોલોઅર્સને જાળમાં ફસાવીને મેળવ્યા 400 કરોડ રૂપિયા, જાણો મામલો
GeneralNational

YouTube સ્ટાર બની ઠગ, ફોલોઅર્સને જાળમાં ફસાવીને મેળવ્યા 400 કરોડ રૂપિયા, જાણો મામલો

HM News
Last updated: 01/09/2022 10:20 AM
HM News
3 years ago
Share
SHARE

– આ YouTube સ્ટારને 6 હજારથી વધુ લોકોએ ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા આપ્યા હતા
– આ મહિલાએ ફોલોઅર્સને 35 ટકા સુધીના વળતરનું વચન આપવામાં આવ્યું હતું

નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર : સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં લોકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મને પોતાના જીવનના આવશ્યક ભાગ સમાન માને છે.આ પ્લેટફોર્મના માધ્યમથી લોકો ફેમસ થઈને પૈસા કમાય છે પરંતુ ઘણી વખત સોશિયલ મીડિયા અથવા યુટ્યુબરના સ્ટાર્સ પણ તેમની ખોટી હરકતોને કારણે ચર્ચામાં આવે છે.આવો જ એક કિસ્સો થાઈલેન્ડથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક મહિલા યુટ્યુબરના ફેન્સને પોતાની જાળમાં ફસાવીને લગભગ 400 કરોડથી વધુ રૂપિયા લઈને ભાગી ગઈ છે.

હકીકતમાં આ ઘટના થાઈલેન્ડની એક મહિલા યુટ્યુબર સાથે સંબંધિત છે.અહેવાલો અનુસાર, આ મહિલાનું નામ નથામોન ખોંગચાક છે અને તે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ પર ઘણા સમયથી વીડિયો પોસ્ટ કરે છે.આ જોઈને આ મહિલાના ફેન્સ વધી ગયા અને તેને સારી સંખ્યામાં ફોલોઅર્સ પણ મળ્યા હતા.

થોડા સમય બાદ આ મહિલાએ પોતાના ફોલોઅર્સ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું.એક દિવસ તેણીએ જાહેરાત કરી હતી કે, તે એક ઈન્વેસ્ટમેન્ટ કંપની સાથે સંબંધ ધરાવે છે અને તે પોતાના ફેન્સના પૈસા ઈન્વેસ્ટ કરીને ફાયદો અપાવશે.ત્યાર બાદ મહિલાએ વિદેશી હૂંડિયામણ વેપાર કૌભાંડ દ્વારા હજારો ફોલોઅર્સને પોતાની જાળમાં ફસાવ્યા હતા.જ્યારે YouTuberના ફોલોઅર્સને ઈન્વેસ્ટમેન્ટ માટે મોટા નફાનું વચન આપ્યું હતું.ત્યારે ઘણા ફોલોઅર્સે તેને પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું.

અહેવાલ અનુસાર, 6 હજારથી વધુ લોકોએ આ મહિલાને ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા આપ્યા હતા.મહિલાએ ફોલોઅર્સને 35 ટકા સુધીના વળતરનું વચન આપવામાં આવ્યું હતું.આ સિવાય આ મહિલાએ અન્ય ઘણા લોકોના પૈસા પણ રોક્યા હતા. મહિલાને લગભગ 400 કરોડ રૂપિયા પરત કરવાના હતા.ત્યાર બાદ અચાનક એક દિવસ મહિલા યુટ્યુબર પર પોતાના તમામ એકાઉન્ટ બંધ કરીને ગાયબ થઈ ગઈ હતી જ્યારે તેના ફેન્સને ખબર પડી કે તે હવે દેખાતી નથી ત્યારે તમામ ચોંકી ગયા હતા.ત્યાર બાદ તમામ ફરિયાદ લઈને પોલીસ પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ થઈ હતી.થાઈલેન્ડ પોલીસના એક યુનિટે ગયા અઠવાડિયે છેતરપિંડીના કેસમાં નથામોન સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.આ મામલે અત્યાર સુધીમાં 102 ફરિયાદ નોંધાઈ છે.

ભારતમાં હવે નાની કારનો જમાનો ગયો, તો લોકો શું ખરીદી રહ્યાં છે ?
રાષ્ટ્રપતિ શેખ ખલીફાની યાદમાં અબુધાબીના મંદિરમાં પ્રાર્થના સભા, યુએઈના લોકોએ માન્યો હિન્દુ સમુદાયનો આભાર
સમય સમયની વાત : રાજનીતિ પર ભલભલાને ઉતારી પાડનાર અર્નબ પર શરૂ થઇ રાજનીતિ
ઓવૈસીને પાછી આવી પેટમાં ચૂક : દેશમાં ફેલાયેલી નફરત હિન્દુત્વની દેન છે : ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર
CAA વિરોધ: યોગી સરકારે આરોપીઓના નામ અને સરનામા સાથે હોર્ડિંગ લગાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article NDTV-અદાણી ડીલમાં હવે ટેક્સ વિભાગની એન્ટ્રી, સોદા માટે ITની મંજૂરી જરૂરી
Next Article દેશમાં ભ્રષ્ટાચારીઓ એકજૂથ થઈ રહ્યા છે : PM મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up