પીલીભીતમાં દલિત છોકરી સાથે ગેંગરેપ કર્યા બાદ ડીઝલ નાખીને જીવતી સળગાવી

112

– બીજી એક ઘટનામાં 12માં ક્લાસમાં અભ્યાસ કરતી સગીર દલિત વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો

પીલીભીત, તા. 12 સપ્ટેમ્બર 2022, સોમવાર : ઉત્તર પ્રદેશના પીલીભીતમાં 24 કલાકમાં બનેલી બે ગેંગરેપની ઘટનાએ પોલીસ વિભાગમાં હલચલ મચાવી દીધી છે.પહેલા 16 વર્ષીય દલિત કિશોરી સાથે તેના ઘરમાં ઘુસીને ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ તેના પર ડીઝલ નાખીને આગ ચાંપી દીધી હતી.છોકરીને દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પોલીસે 2 લોકો વિરુદ્ધ ગેંગરેપ સહિત અનેક ધારાઓમાં કેસ દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મજિસ્ટ્રેટે છોકરીનું નિવેદન પણ નોંધી લીધુ છે.બીજી ઘટનામાં ગામના બે યુવકો 12મા ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને રાત્રે ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા હતા અને શેરડીના ખેતરમાં ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.પીડિતાના પિતાએ 10 સપ્ટેમ્બરના રોજ માધોટાંડા પોલીસને સૂચના આપી હતી કે, ગામના બે દબંગ યુવકો રાજવીર અને તારાચંદે ઘરમાં ઘૂસીને તેમની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું અને ડીઝલ છાંટીને આગ લગાવી દીધી હતી.પાડિતાની હાલત ગંભીર છે.પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સૂચના મળતાં જ તેઓ તુરંત કિશોરીના ગામ પહોંચ્યા અને સમગ્ર મામલાની જાતે તપાસ કરી હતી.તેમણે કહ્યું કે, સંબંધીઓની ફરિયાદ પર પોલીસે રાજવીર અને તારાચંદ વિરુદ્ધ રેપ,હત્યાનો પ્રયાસ અને ધમકી આપવાનો કેસ દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

બીજા મામલામાં 12માં ક્લાસમાં અભ્યાસ કરતી સગીર દલિત વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.પીડિતાએ આરોપ લગાવ્યો કે, ગામમાં રહેનારા બે યુવકોએ રાત્રિના સમયે ઘરેથી ઉઠાવીને લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.પીડિતાની માતાએ સવારે જોયું તો તેમની દીકરી ઘરે નહોતી જ્યારે તેને શોધી તો તે શેરડીના ખેતરમાં બેભાન અવસ્થામાં પડી હતી.પીલીભીતમાં 24 કલાકની અંદર બનેલી બે ગેંગરેપની ઘટનાથી છોકરીઓની સુરક્ષા પર અનેક સવાલ ઉભા કર્યા છે.

Share Now