By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સ્મગલિંગ અને નકલી પ્રોડકટસના વેપારથી સરકારને 58000 કરોડનો ફટકો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સ્મગલિંગ અને નકલી પ્રોડકટસના વેપારથી સરકારને 58000 કરોડનો ફટકો
GeneralNational

સ્મગલિંગ અને નકલી પ્રોડકટસના વેપારથી સરકારને 58000 કરોડનો ફટકો

HM News
Last updated: 23/09/2022 12:15 PM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર : સ્મગલિંગ અને નકલી પ્રોડક્ટસની ઘૂસણખોરી દુનિયાભરના દેશોને પ્રભાવિત કરી રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.વેપારી સંગઠન ફિક્કી કાસ્કેડનો દાવો છે કે, કોરોનાકાળમાં સ્મગલિંગ અને નકલી પ્રોડક્ટસનુ ચલણ વધ્યુ છે અને તેના કારણે સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે તથા વેચાણની પેટર્નમાં પણ બદલાવ દેખાઈ રહ્યો છે.જેની સાથે બીજી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે.સંગઠનના કહેવા પ્રમાણે ગેરકાયદે વ્યવસાય પર લગામ લગાવ્યા વગર ઈકોનોમીને નવી ઉંચાઈ પર લઈ જવુ મુશ્કેલ છે.સરકારે નકલી પ્રોડકટસ અને સ્મગલિંગ રોકવા માટે દરેક સેગમેન્ટ પ્રમાણે કામ કરવુ જોઈએ ને તેમાં પણ જ્યાં સ્મગલિંગ વધારે છે તેવા સેગમેન્ટ પર કાર્યવાહીને પ્રાથમિકતા આપવી જોઈએ.

ફિક્કી કાસ્કેડના કહેવા પ્રમાણે ભારતમાં પાંચ સેક્ટર એફએમસીજી પ્રોડક્ટસ,પેકેજ્ડ એફએમસીજી પ્રોડકટસ,તમાકુ પ્રોડકસ અને આલ્કોહોલ ડ્રિન્કસમાં 2.60 લાખ રૂપિયાનો ગેરકાયદે વેપાર થતો હોવાનુ અનુમાન છે.જેાં 75 ટકા હિસ્સો એફએમસીજીનો છે.ફિક્કી કાસ્કેડના થિન્ક ટેન્કના સભ્ય નજીબ શાહના કહેવા પ્રમાણે ઘરેલુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે.આ સિવાય ગ્રાહકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવવાની તેમજ આકરી સજાની જોગવાઈ કરવી જરૂરી છે.સ્મગલિંગ અને નકલી પ્રોડક્ટસના વેપારના કરાણે ભારતમાં રોજગારીની 16 લાખ તકો ઘટી ગઈ છે.એફએમસીજી સેક્ટરમાં જ 68 ટકા નોકરીઓને નુકસાન થયુ છે.સરકારને ટેક્સમાં 58000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.જેમાં સૌથી મોટો ફાળો ટોબેકો અને આલ્કોહોલનો છે.

ફિક્કી કાસ્કેડના ચેરમેન અનિલ રાજપૂતના મતે જો ગેરકાયદે વેપાર પર લગામ કસવામાં આવે તો પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનુ સપનુ સાકાર કરવામાં ઘણી મદદ મળી શકે તેમ છે.

ન્યૂયોર્કના બફેલો સ્થિત સુપર માર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર ઃ ૧૦નાં મોત, ૩ ઘાયલ
બ્રિજ પર જાનૈયાઓનાં ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા લોકો નદીમાં ખાબક્યા, ૬નાં મોત
કોરોનાએ ભારતીયો પર ઋણનો ભાર વધાર્યો, બચત દરમાં પણ ભારે ઘટાડો – રિપોર્ટ
સૈફને ચંચૂપાત કરવાની ટેવ નથી : કરીના કપૂર ખાન
વડોદરા: ટેલિકોસ હોટલમાં પોલીસનું ચેકિંગ: હોટલ સંચાલકની અટકાયત
Share This Article
Facebook Email Print
Previous Article બોગસ સોલવંશી સર્ટિફિકેટ રજુ કરવા મામલે વાદી,મામલતદાર,સર્કલ ઓફિસર,તલાટી સામે ગુનો દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ
Next Article શિંદે જૂથને ઝટકો : ઉદ્ધવ ઠાકરેને મળી શિવાજી પાર્કમાં દશેરાનો મેળો યોજવાની મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up