By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PFI પર ફરી એક્શન : 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170ની અટકાયત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > PFI પર ફરી એક્શન : 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170ની અટકાયત
GeneralNational

PFI પર ફરી એક્શન : 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170ની અટકાયત

HM News
Last updated: 27/09/2022 7:48 AM
HM News
3 years ago
Share
SHARE

– તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 13 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 100 થી વધુ PFI કાર્યકરોની અટકાયત કરી હતી

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ આજે ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.આજે લગભગ 170 સદસ્યોની અટકાયત કરી છે આ દરમિયાન 8 રાજ્યોમાં પોલીસે દરોડા પાડ્યા છે.તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 13 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 100 થી વધુ PFI કાર્યકરોની અટકાયત કરી હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યોની પોલીસે ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ,ગુજરાત,આસામ,દિલ્હી અને કર્ણાટકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે હિંસક પ્રદર્શનના આયોજન સાથે સંબંધિત ઈનપુટ મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે 6:00 વાગ્યા સુધી 7:00 રાજ્યોમાં 200 સ્થળોએ દરોડા પાડીને 170થી વધુ કેડર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

નોટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, PFIએ સરકાર વિરુદ્ધ હિંસક જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. NIA, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ 8 રાજ્યોમાં દરોડા પાડ્યા છે.આસામથી 7 PFI નેતાઓની ધરપકડ કરી છે.કર્ણાટકમાં 45 સદસ્યોની અટકાયત કરવામાં આવી છે.ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા આ પીએફઆઈ નેતાઓએ NIAને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પહેલા વિરોધ પ્રદર્શનો કર્યા હતા અથવા સ્થાનિક સ્તરે તણાવમાં વધારો કર્યો હતો.

પૂણેમાં રાજ્યની પોલીસે કથિત ફંડિગ મામલે પૂછપરછ માટે 6 PFI સમર્થકોને કસ્ટડીમાં લીધા છે.યુપીના સિયાના અને સારુપુરમાં કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઉપરાંત મેરઠ,બુલંદશહેર અને સીતાપુરમાંથી ઘણા સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી છે.અહીં રાજધાની દિલ્હીના શાહીન બાગ અને જામિયા સહિત ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.દરોડા દરમિયાન લગભગ 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.

શેખ હસીના ભારતીય રાજદૂતને કેમ મળતાં નથી ? બાંગ્લાદેશી અખબારમાં પ્રગટ થયેલો અહેવાલ
કોરોના સુરત LIVE:પોઝિટિવની સંખ્યા વધીને 50,209 પર પહોંચી,મૃત્યુઆંક 1130,ડિસ્ચાર્જની સંખ્યા 48,051 થઈ
આર્સેલર મિતલ ગુજરાતમાં 25,000 કરોડનું રોકાણ કરશે મુખ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સમાં જાહેરાત
અંકલેશ્વરની નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીના નિર્માણાધિન પ્લાન્ટમાં ભીષણ આગ
લોકડાઉનમાં વેપારીઓના ફસાયા હજારો કરોડ
Share This Article
Facebook Email Print
Previous Article ઐતિહાસિક : સુપ્રીમ કોર્ટથી સીધું પ્રસારણ, પ્રથમ કેસ સેના Vs સેના
Next Article માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up