– જંબુસરમાં 2500 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્કનું ઉદ્ઘાટન કર્યું
– હું વડાપ્રધાન બન્યો ત્યારે મુલાયમસિંહનાં આશીર્વાદ લીધા
– ગુજરાતની ધરતી પરથી મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજે ભરૂચના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સહિત વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન સંપન્ન થયુ છે.જેમાં રૂપિયા 8200 કરોડથી વધુના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.તથા જંબુસરમાં 2500 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્કનું ઉદ્ઘાટન પણ કર્યું છે.
PM મોદીએ સંબોધનની શરૂઆતમાં મુલાયમસિંહ યાદવનું નિધન દેશ માટે મોટી ક્ષતિ તેમ જણાવી કરી હતી.તથા મુલાયમસિંહ યાદવ સાથે મારો વિશેષ નાતો છે. અમે બંને એકબીજા પ્રત્યે પોતિકાપણાનો ભાવ ધરાવતા.હું વડાપ્રધાન બન્યો ત્યારે મુલાયમસિંહનાં આશીર્વાદ લીધા હતા.તેમની સલાહનાં બે શબ્દો મારા માટે ખુબ અગત્યનાં હતા.તેમણે સંસદમાં કહ્યું હતું, મોદી સૌને સાથે લઇને ચાલે છે. 2019માં મારા ફરી PM બનવાની વાત તેમણે સંસદમાં કરી હતી.ગુજરાતની ધરતી પરથી તેમને શ્રદ્ધાંજલિ.ઇશ્વરને પ્રાર્થના કે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.


