By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અંદરની વાત : વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન બબ્બે જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કેમ કર્યો?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અંદરની વાત : વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન બબ્બે જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કેમ કર્યો?
GeneralGujarat NowPolitics

અંદરની વાત : વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન બબ્બે જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કેમ કર્યો?

HM News
Last updated: 12/10/2022 10:18 AM
HM News
3 years ago
Share
SHARE

ક્યાં, ક્યારે, કેટલું અને કેવી રીતે બોલવું એ બાબતમાં સમગ્ર ભારતના રાજકારણીઓમાં વડાપ્રધાન મોદીને શિરમોર ગણવા પડે.બોલાયેલા શબ્દ,શબ્દ બોલવાના સમય-સ્થળ અને બોલવામાં અપાયેલ સ્વરભારનું મૂલ્ય તેઓ બરાબર જાણે છે.એટલે જ ટાણું જોઈને ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ ય બોલી શકે છે અને 2013-14માં દિલ્હીમાં આમઆદમી પાર્ટીનો જુવાળ પારખીને ‘હું તો ચા વાળો છું’ એવું પણ કહી શકે છે.સુરતમાં સુરતી જમણ યાદ કરી શકે,ભાવનગરમાં ગાંઠિયા સંભારે,જામનગરમાં બાંધણી યાદ કરે એ જ રીતે સ્થાનિક મહાનુભાવોના નામોલ્લેખમાં ય તેમની પૂરી કાળજી હોય.

ક્યા શહેરમાં કોનું નામ બોલાય અને કોનું ન બોલાય,મંચસ્થ ઊભેલાંઓમાં કોની સાથે હાથ મિલાવાય અને કોની સાથે માત્ર નજર મિલાવાય અને કોની સામે પણ નહિ જોવાનું એ દરેક ઝીણી ઝીણી બાબતોમાં મોદીની અત્યંત લાંબી ગણતરીઓ હોય છે. એટલે જ, હાલમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન આણંદ અને જામનગર એમ બે જગ્યાએ તેમણે વિધાનસભાની આગામી ચૂંટણી દરમિયાન કોંગ્રેસની તૈયારીનો ઉલ્લેખ કર્યો,કોંગ્રેસ ભલે મોટી સભા નથી કરતી,સૌને જોવા મળે એવો દેખાડો નથી કરતી પરંતુ ગામડાંઓમાં ખાટલાસભા કરી રહી છે એવું કહીને ભાજપના કાર્યકરોને સાવચેત રહેવા કહ્યું.આ સાવ અમસ્તું કહેવાનો મોદીનો સ્વભાવ નથી.પ્રતિસ્પર્ધીની તૈયારી વિશે જાહેરમાં બોલવાની તેમની પ્રકૃતિ નથી.છતાં તેઓ બોલ્યા જ છે તો તેનાં વિવિધ અર્થઘટનો નીકળી શકે.એ તો સરળ રીતે સમજી શકાય તેમ છે કે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થાય તો મોટાભાગે તેનો ફાયદો ભાજપને જ મળે.શાસનવિરોધી મત કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ જાય અને ભાજપ પોતાની કમિટેડ વોટબેન્ક જાળવી રાખે.આ સંજોગોમાં ભાજપની બેઠકો વધવાની શક્યતા પણ ખરી અને જેટલી છે એટલી જાળવી રાખવાની તો ગેરંટી જ મળી જાય.પરંતુ ત્રણ પક્ષો મેદાનમાં હોવા છતાં દ્વિપક્ષી જંગની સ્થિતિ સર્જાય તો?

તો ચોક્કસ ભાજપને ભારે પડી જાય.ભાજપવિરોધી મત એક જ દિશાએ કેન્દ્રિત થાય.એક જ પક્ષની ઝોળીમાં પડે.ત્રીજા પક્ષનું ધોવાણ થઈ જાય અને સાથોસાથ ભાજપને ય એટલું ભારે પડે કે સ્પષ્ટ બહુમતી મેળવવાના ય ફાંફા પડી જાય.પંજાબ વિધાનસભાની છેલ્લી ચૂંટણી તેનું ઉદાહરણ છે.એ ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ,હરીફ અકાલી દળ,આમઆદમી પાર્ટી,કેપ્ટન અમરિંદરનો પક્ષ અને ભાજપ એમ પાંચ મોરચા હતા.ભાજપ અને કેપ્ટનની સ્થિતિ સદંતર નબળી હતી. એ જોતાં ત્રિપાંખિયો જંગ થાય એવી શક્યતા વચ્ચે કોંગ્રેસ પુનઃ સત્તા પર આવશે એવાં અનુમાનો મૂકાઈ રહ્યા હતા.તેને બદલે અકાળી દળ ચૂંટણીમાં સદંતર બિનઅસરકારક પૂરવાર થયું.શાસનવિરોધી મત ફક્ત આમઆદમી પાર્ટીને મળ્યા.સરવાળે તેનાં સાવ અજાણ્યાં ઉમેદવારો પણ જીતી ગયા અને જંગી બહુમતી સાથે આમઆદમી પાર્ટીની સરકાર બની ગઈ,જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

આ ગણતરી હવે ગુજરાતમાં પણ સાચી પડતી જણાય છે.અહીં ભાજપે ત્રણ દાયકાથી કોંગ્રેસના પાયામાં લૂણો લગાડવામાં કશું બાકી રાખ્યું નથી.જનતાની નજરમાં પણ કોંગ્રેસની વિશ્વસનિયતા તળિયાઝાટક છે.ચૂંટણી માથે છે તોય કોંગ્રેસ સંગઠનમાં કશો સળવળાટ દેખાતો નથી.જે કંઈ પ્રચાર થાય છે એ વ્યક્તિગત ઉમેદવારોના સ્તરે છે.સરવાળે જનતાના દિમાગમાં ત્રીજા પક્ષ તરીકે કોંગ્રેસની હાજરી નહિવત્ત છે.ચૂંટણી સંદર્ભે જે કંઈ ચર્ચા છે એ ભાજપ વિરુદ્ધ આમઆદમી પાર્ટીની જ છે.આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો પણ એ બે પક્ષોના નેતાઓ વચ્ચે જ ચાલી રહ્યો છે.ભાજપ કેજરીવાલના હિન્દુવિરોધી પોસ્ટર લગાવે કે ગોપાલ ઈટાલિયાના વીડિયો જાહેર કરે તેમાં છેવટે ફાયદો તો આમઆદમી પાર્ટીનો જ છે.કારણ કે તેને વગર મફતનું માઈલેજ મળે છે અને કોંગ્રેસનો એકડો આપોઆપ ભૂંસાતો રહે છે.ચૂંટણી સુધી જો આવું રહે તો મતદારના મનમાં ભાજપ અને આમઆદમી પાર્ટી એવા બે વિકલ્પો જ સ્પષ્ટ રહે. ભાજપ માટે આ સ્થિતિ અત્યંત ખતરનાક છે.આમાં પંજાબનું પુનરાવર્તન થવાનો ભય છે.આથી જ વડાપ્રધાને કોંગ્રેસની તૈયારી પણ જોરશોરમાં હોવાનું કહીને કાર્યકરોને ચેતવવાના નામે ભાજપવિરોધી મતદારોને પણ ત્રીજા વિકલ્પની યાદ અપાવી દીધી હોય તેમ બની શકે.બાકી આ જ વાત તેઓ કમલમમાં ટોચના નેતાઓ સાથેની બેઠકમાં પણ કહી શક્યા હોત.જાહેરસભામાં કોંગ્રેસની તૈયારી જોરદાર છે એવું બોલવાની એમને કોઈ જરૂર ન હતી.છતાં બોલ્યા છે એ એમની મજબૂરી હોય એવી શક્યતા ઉજળી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત : PM મોદીએ ગુજરાતના પાડોશી રાજ્યમાં કર્યું લોકાર્પણ, દીવાળી જેવો માહોલ : VIDEO
Next Article BIG BREAKING : ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up