– 23મી ડિસેમ્બરે સાંજે અમદાવાદ પહોંચશે
– 24 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે
– વિજાપુરના પીલવઈ ખાતે 2 કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ તમામ ધારાસભ્યોની શપથવિધિ થઈ હતી.ભાજપ સરકાર દ્વારા નવી સરકારની પણ રચના કરવામાં આવી છે.જે બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રઈ અમિતશાહ ગુજરાત પ્રવાસે આવનાર હોવાની માહિતી જાણવા મળી રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી વિધાનસભાના સત્ર બાદ ગુજરાતના પ્રવાસે આવનાર હોવાની માહિતી સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિધાનસભા સત્ર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવનાર છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23મી અને 24 ડિસેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવનાર છે.તેઓ 23મી ડિસેમ્બરે સાંજના અમદાવાદ પહોંચશે.જે બાદ તેઓ અમદાવાદમાં રાત્રિ રોકાણ કરી 24 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાની મુલાકાતે જશે
મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના પીલવઈ ખાતે અમતિશાહ બે જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે.જેમાં શૈક્ષણિક સંકુલ સહિત જૈન સમાજના કાયક્રમમાં તેઓ હાજરી આપશે.આ દરમિયાન મોટી સંખ્યાં જૈન સમાજના લોકો કાર્યક્રમમાં જોવા મળે તેવી શક્યતાઓ લાગી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમિતશાહ દ્વારા જુદા-જુદા શહેરોમાં સભાઓ યોજી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકોનું સંબોધન કર્યું હતું.જો કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વે અમિતશાહ દ્વારા અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.જેથી વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજરી આપનાર છે.


