– માર્ગ મકાન વિભાગને પોતાના બાપી કી જાગીર સમજતા કેટલાક અધિકારીઓ દક્ષિણ ગુજરાતની મલાઈદાર પોસ્ટ પર આમતેમ ચીપકી રહ્યા છે જેમાં તેમને ગાંધીનગર સ્થિત તેમના આકાઓના છુપા આશીર્વાદ છે
સુરત, 10 ડિસેમ્બર 2023 મંગળવાર : (એડિટર – જિગર વ્યાસ ) : ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ અને ભ્રષ્ટાચાર એકબીજાના પરિયાયી બની ગયા છે.માર્ગ અને મકાન વિભાગમાં એટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે જેની કોઈ સીમા નથી.એસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં કાર્યપાલક ઇજનેર કચેરીમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ તરફથી નદી પર રસ્તાના બ્રિજનું કામ પૂર્ણ કર્યા બાદ ફરિયાદી સબકોન્ટ્રાક્ટર ફાઇનલ બિલ મંજૂર કરવા કચેરીમાં ગયા હતા.ત્યારે આ બિલ મંજૂર કરવા ફરિયાદી પાસે નિલય ભરતભાઇ નાયક (નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-2, પંચાયત પેટા વિભાગ) અને અનિરુદ્ધ મધુસીનહ ચૌધરી(આસિસ્ટન્ટ ઇજનેર)એ ફરિયાદી પાસે રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી.થોડી રકજકના અંતે રૂપિયા 15 લાખની રકમ નક્કી થઈ હતી,પણ ફરિયાદી લાંચ આપવા માગતા ના હોવાથી એન્ટિ કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.જેથી એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પી.આઈ. એ.કે. ચૌહાણ અને ટીમે છટકું ગોઠવ્યું હતું અને બંને અધિકારીની સૂચનાથી કચેરીમાં ખાનગી વ્યક્તિ એવા વચોટિયા વિક્રમ કાંતિભાઈ પટેલે લાંચની રકમ સ્વીકારી ત્યારે નાયબ ઇજનેર નિલય નાયક અને વચેટિયાને ઝડપી લેવાય હતા.જ્યારે આસિસ્ટન્ટ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી ફરાર થઈ જતાં તેમની શોધખોળ થઈ રહી છે.ત્રણેય વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારા લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર એ કોઈ નવી વાત નથી
ગુજરાતનાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા ઇજનેરો 30 લાખ થી લઈ 40 લાખ સુધીની જે વૈભવી કારો કારોમાં ફરે છે તે આ બધા પૈસાને આધીન જ છે. 20 ટકા થી લઈ 50 ટકા સુધીના નીચા ભાવમાં પણ કોન્ટ્રાકટર 10 ટકા નફો કરતાં હોય છે ત્યારે વિચારવા જેવી બાબત છે કે કામની ગુણવત્તા કેટલી નબળી હશે. 3 વર્ષ થી લઈ 5 વર્ષ સુધીના મઇન્ટેનસ હેઠળના કામો હોય છે ત્યારે તે મેન્ટેનન્સ કરંટ રિપેર્સમાં આવતી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ બધામાં વપરાય જે છે અને કરંટ રિપેર્સના નામે બહુ મોટાપાયે ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટરો અને ઈજનેરની મિલી ભગતથી થતાં હોય છે.જો આ તમામની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ગુજરાત સરકારના નાગરિકોના ટેક્સ રૂપી કરોડો રૂપિયા વેડફાતા બચે અને જો રિકવરી કરવામાં આવે તો પણ સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા પાછા જમા થાય.
માર્ગ મકાન વિભાગમાં આજકાલ જે સબકોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે તે એવું જ છે જેમ કોઈ કંપાઉંડર ડૉક્ટરના ત્યાં થોડો અનુભવ લઈ પોતે ડૉક્ટર બની જાય અને એવા ડૉક્ટર કેવી સારવાર આપે તે જગજાહેર છે તેમ સબ કોન્ટ્રાકટર પણ એવું જ કામ કરે એટલે કામની ગુણવત્તા કેટલી જળવાય તે પણ હવે જગજાહેર જ છે.

અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં એક ડઝન કરતા વધુ નાયબ કાર્યપાલક ઇજનેરો વિજિલન્સ તપાસના રડાર હેઠળ છે.કેટલાક નવા નિશાળિયા પોતાની બાપીકી પેઢી સમજી અણધડ વહીવટ આચરી રહ્યા છે અને જાણે એવા રાજપાઠ ભોગવી રહ્યા છે કે જેમાં આખો પટ્ટો સરકાર હસ્તક લખાવી દીધો હોય એમ બેફામ ભ્રષ્ટાચાર પણ આછરી રહ્યા છે.આ પૈકી હમણાં વલસાડ અને આજુબાજુના પંથકમાંથી બે જેટલા ખાઈ બદેલા અધિકારીઓ પ્રમોશન મેળવી પોતાની મનગમતી જગ્યાએ ગોઠવાઈ ચૂકવાઈ છે.ચર્ચા છે કે આ બે બઢતી પામેલા ઇજનેરો તેમના ઉપળી અધિકારીઓને પણ ઘોળીને પી ગયા છે.તેમજ દક્ષિણ ગુજરાતના આ ચાર વિવાદાસ્પદ ઇજનેરોને ઈશારે બેફામ ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી રહી છે.જેમાં એક વૃશ્ચિક,એક મિથુન,એક મકર રાશિના અધિકારીનો સમાવેશ થાય છે.જાણકાર સૂત્રોના મતે આ ચાંડાળ ચોકડી એમના એક માનીતા મહાભ્રષ્ટ ગુરુ કે જે હાલમાં ગાંધીનગર ખાતે એમના એક સેક્રેટરી મિત્ર છે એમના સમાજના જ એની પોઠીયાગીરી કરી એક મોટા પદે બિરાજમાન થયા છે.અને તેમના આ ચેલાઓને ભ્રષ્ટાચાર આચરવા અને કથિત દુકાન ચલાવવા છુટ્ટો દૌર આપ્યો હોવાની પણ ચર્ચા છે.
આ બધા વચ્ચે એક કર્ક રાશિના ક્વાલિટી કંટ્રોલના કાર્યપાલક તો સરકારી નહીં પણ પોતાની ઓફિસને કોર્પારેટ બનાવી ચુક્યા છે.જેમાં આ અધિકારી કોન્ટ્રાકટરો સાથે સેટિંગ કરી લાખ્ખો રૂપિયાની કટકી ખાઈ રહ્યા છે.આ મહાશય પણ પહેલા દક્ષિણ ગુજરાતમાં જ હતા પણ લોબિંગ કરી પોસ્ટિંગ હવે સુરતમાં મેળવી ચુક્યા છે.આ અધિકારીનો ત્રાસ એ હદે છે કે એમના તાબા હેઠળના જુનિયર અને આસિસ્ટન્ટ ઇજનેરો પણ તોબા પોકારી ઉઠ્યા છે,ને પ્રાર્થના કરી રહ્યા છે કે આમને કશે બીજે ટ્રાંસફર કરવામાં આવે પણ હાલ સ્થિતિ આ કર્ક રાશિના અધિકારીની તરફેણમાં જઈ રહી હોઈ એવું લાગી રહ્યું છે.કદાચ આવનારા દિવસોમાં આ ચંડાળ ચોકડી સહીત કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ કોઈ નવાજુની થાય તો નવાઈ પામવા જેવું રહશે નહીં.હાલમાં માર્ગ અને મકાન વિભાગના ગઈકાલના એસીબી પ્રકરણ બાદ સન્નાટો વ્યાપી ગયો છે.વાપીથી તાપી સુધી આજ ચર્ચા છે ત્યારે આવનારા દિવસોમાં વધુ વિકટો ખરે એવા અહેવાલ પણ આ તબબકે દેખાઈ રહ્યા છે.આ ચાર વિભિન્ન રાશિના અધિકારીઓથી સમગ્ર વિભાગ પરેશાન થઇ ચૂક્યું છે તેમજ એક અન્ય અધિકારી જે પણ કોર્પોરેટ લાઇફસ્ટાઇલ જેવી રહ્યા છે અને દર વર્ષે વિદેશ યાત્રા કરી એક મહિના કરતા લાંભા ગાળે નોકરીએ પરત ફર્યા છે.આ વેપારી અધિકારી આખો દિવસ એસી ઓફિસમાં જ પડેલા પાથરેલા રહે છે અને પોતાના માનીતા સિવાય કોઈને મળતા નથી કારણ કે એમને ભય છે કે એમની કરતૂતોને કારણે તેઓ પણ ગમે ત્યારે ક્લીન બોલ્ડ થઇ ઘરભેગા થઇ જશે એવો ડર એમને સતાવી હ્યો છે.આ અધિકારી મૂળ વૃષભ રાશિના છે જે સર્કલ ઓફિસમાં નોકરીના પુરા કલાકો ચેમ્બરમાં જ વિતાવે છે.માર્ગ અને મકાન વિભાગમાં કશું બરાબર ચાલી રહ્યું નથી એવું હાલ જણાઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારને લઇ સપાટો બોલાવાઇ એવી શક્યતા છે.
વધુમાં ગત અઠવાડિયે જ એક તરફ ગુજરાતના IPS બેડામાં હની ટ્રેપનો મુદ્દો ઘણો ચર્ચામાં આવ્યો હતો.જેમાં ગુજરાતના એક જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ક્લાસ-2 અધિકારી વિદેશ ફરવા ગયા હતા અને ત્યાં વિદેશી મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.ત્યારબાદ આ અધિકારીને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા.આ અધિકારી થોડાં વખત પહેલાં વિદેશ ગયા હતા ત્યાં તેઓ વિદેશી મહિલા સાથે ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા.આ પછી અધિકારી અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ વધુ ગાઢ થતો ગયો હતો પ્રેમ એટલી હદે થયો કે અધિકારી વર્ષમાં બે-ત્રણ વાર વિદેશ જવા લાગ્યા.સરકારી કામ અર્થે દિલ્હી જવાનું ઘરે કહી ને વિદેશ યાત્રા પર જતા હતા અને રંગરેલીયા મનાવતા હતા.પણ પ્રેમભંગ ત્યારે થયો જ્યારે થોડા સમય પછી આ વિદેશી મહિલા તેનો રંગ બતાવી અધિકારીને બ્લેકમેઈલ કરવા લાગી અને અધિકારી જોડેથી એક બે વાર પૈસા પડાવ્યા.આ પછી વિદેશી મહિલા વારંવાર પૈસા માગતી હોવાથી અધિકારીએ કંટાળીને ફોન ઉંચકવાના બંધ કરી દીધા.થોડા દિવસ બાદ બન્યું એવું કે અ મહિલા અચાનક ગુજરાત આવી પહોંચી અને અધિકારીને વિડીયો કોલ કરીને ડરાવવા લાગી હતી.અંતે આ આખું પ્રકરણ અધિકારીના એક નીકટના કોન્ટ્રાક્ટરે સમગ્ર મામલો હાથ પર લઇ વિદેશી મહિલાને લાખો રૂપિયા આપ્યા હતા ને મહિલાની વિદેશ જવાની ટિકિટ કરાવી આપી તમામ પુરાવા લઇ મામલો થાળે પાડ્યો હતો.


