By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. 9705 કરોડની જાહેરાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતના બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. 9705 કરોડની જાહેરાત
GandhinagarGeneral

ગુજરાતના બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. 9705 કરોડની જાહેરાત

HM News
Last updated: 24/02/2023 10:08 AM
HM News
2 years ago
Share
SHARE

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું.આ દરમિયાન તેમણે જણાવ્યું કે, જીવન અને પર્યાવરણ બંને માટે જળ આવશ્યક તત્વ છે.ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા,તેનો સંગ્રહ તથા તે પાણીને ડેમથી ખેતરો અને ઘરો સુધી પહોચાડવાનું સુદ્રઢ માળખુ સરકારે ઊભું કર્યું છે.સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધારવા નવી માળખાકિય સુવિધાઓ ઊભી કરવા માટે પણ સરકાર કાર્યરત છે.ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે.કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 82% નો વધારો સૂચવું છું.

– અંદાજિત 4320 કરોડના ખર્ચે નર્મદાના વધારાના પાણીના કચ્છ વિસ્તારમાં વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનો માટે 1970 કરોડની જોગવાઇ.
– સૌરાષ્ટ્રમાં વિવિધ ચેકડેમોને જોડી નર્મદાના પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી સૌની યોજનાની ખૂટતી કડીઓ માટે 725 કરોડની જોગવાઈ.
– અંદાજિત 1566 કરોડની કસરાથી દાંતીવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડની જોગવાઈ.
– ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રકચરમાં રૂપાંતર કરી તેની પુન:રચના કરવા માટે 300 કરોડની જોગવાઈ.
– ચેકડેમ,તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે જળસંચય યોજના અંતર્ગત 272 કરોડની જોગવાઇ.
– પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે 195 કરોડની જોગવાઇ.
– અંદાજિત 1020 કરોડની ઉકાઇ જળાશય આધારિત સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે 175 કરોડની જોગવાઇ.
– સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજ બાંધવા માટે 150 કરોડની જોગવાઈ.
– ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રીવરફ્રન્‍ટ માટે 150 કરોડની જોગવાઈ.
– અંદાજિત 711 કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે 130 કરોડની જોગવાઇ.
– અંદાજિત 192 કરોડની ડીંડરોલથી મુકતેશ્વર પાઇપલાઇન યોજના માટે 109 કરોડની જોગવાઈ.
– દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં આવેલ નદીઓ ઉપર ચેકડેમો,બેરેજો,વિયર વગેરે બનાવવા માટે 103 કરોડની જોગવાઈ.
– વાત્રક જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 100 કરોડની જોગવાઇ.
– કચ્છમાં મોટા ચેકડેમો,તળાવો જેવા જળસંગ્રહના કામો માટે 80 કરોડની જોગવાઈ.
– અંદાજિત 250 કરોડની વાઘરેજ રિચાર્જ યોજના માટે 80 કરોડની જોગવાઇ.
– અંદાજિત 132 કરોડની પાનમ જળાશય આધારિત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે 70 કરોડની જોગવાઇ.
– મેશ્વો,ખારી,પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સિરીઝ ઓફ ચેકડેમ બાંધવા માટે 55 કરોડની જોગવાઈ.
– અંદાજિત 110 કરોડની પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે 50 કરોડની જોગવાઇ.
– કડાણા જળાશય આધારિત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 45 કરોડની જોગવાઇ.
– મેશ્વો જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 45 કરોડની જોગવાઇ.
– પ્રગતિ હેઠળની અંદાજિત 551 કરોડની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન યોજના માટે 30 કરોડની જોગવાઈ.
– વડોદરા જિલ્લામાં મહી નદી પર પોઇચા ગામે વિયર માટે 10 કરોડની જોગવાઇ.

ભાડભૂત યોજના

સમુદ્રી ભરતીથી થતી જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી ઉપર અંદાજે 5400 કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે.આ યોજનાથી પાણી સંગ્રહની સાથેસાથે પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે. આ યોજના માટે 1415 કરોડની જોગવાઇ.

સરદાર સરોવર યોજના

સરદાર સરોવર યોજના દેશની એક અગત્‍યની આંતરરાજ્ય બહુહેતુક યોજના છે,જે ગુજરાતની જીવાદોરી સમાન છે.આ યોજના પૂર્ણ થતાં હાલમાં અંદાજે 10 હજાર ગામો અને 176 શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.નર્મદા યોજના અંતર્ગત રાજ્યમાં કેનાલનું મોટું નેટવર્ક પથરાયેલ છે જેની કુલ લંબાઇ અંદાજે 70 હજાર કિ.મી. છે.નર્મદા યોજનાના કમાન્‍ડ હેઠળ અંદાજે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે,જેથી આ વિસ્તારની કાયાપલટ થયેલ છે.સરદાર સરોવર ડેમ અને કેનાલ પર 1450 મેગાવોટની કુલ સ્‍થાપિત ક્ષમતા વાળા બે જળવિદ્યુત મથકો કાર્યરત છે.આ જળવિદ્યુત મથકો દ્વારા અત્યાર સુધી અંદાજે 6 હજાર કરોડ યુનિટ જેટલું વિક્રમી વીજ ઉત્પાદન થયેલ છે.આમ, ગુજરાતની તમામ વસ્તી તેમજ અર્થતંત્ર માટે નર્મદા યોજના મોટા વરદાનસમી સાબિત થયેલ છે.આ યોજના માટે 5950 કરોડની જોગવાઇ.

કચ્છ શાખા નહેરના બાકી કામો માટે 1082 કરોડની જોગવાઇ.

– કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપિંગ સ્ટેશનના વિસ્તરણ,જાળવણી અને સંચાલન માટે 675 કરોડની જોગવાઇ.
– નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન તેમજ જાળવણીની કામગીરી માટે 178 કરોડની જોગવાઇ.
– નર્મદા કમાન્‍ડ વિસ્તારમાં સિંચાઇના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી તાલીમ,નિદર્શન,ખેડૂત શિબિર,જમીનની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે 100 કરોડની જોગવાઇ.
– ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પર વીજ મથકોની સ્થાપના, જાળવણી અને મરામત માટે 50 કરોડની જોગવાઈ.

સૂક્ષ્મ સિંચાઇ

ઉપલબ્ધ પાણીમાંથી સિંચાઇક્ષેત્રમાં વધારો કરવા માટે આપણું રાજ્ય સૂક્ષ્મ સિંચાઇનો મહત્તમ ઉપયોગ કરી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરે તે આજની જરૂરિયાત છે.અત્યાર સુધીમાં અંદાજે 21 લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઇની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ દિશામાં ગુજરાતે દેશને એક નવી રાહ ચીંધેલ છે.ભૂગર્ભ જળ અને ઉદ્‍વહન સિંચાઇ યોજનાઓ દ્વારા પાઇપલાઇનથી અપાતા પાણીમાં પણ સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફિસિયન્‍સીમાં વધારો કરી પાણી અને વીજળીની બચત કરી ખેત ઉત્પાદન વધારી શકાય છે.સૂક્ષ્મ સિંચાઇ દ્વારા જળસિંચનના અભિગમને રાજ્યવ્યાપી અભિયાન બનાવવામાં આવશે.

– ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા માટે 1500 કરોડની જોગવાઇ.
– ભારત સરકાર સહાયિત 750 કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા 200 કરોડની જોગવાઇ.
– ઉદ્‍વહન સિંચાઇ યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચથી સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે ખૂટતી કડીના કામો માટે 482 કરોડની જોગવાઇ.

સોમવારથી ઉદ્યોગ શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા
ઝારખંડમાં પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે, કોને મળશે લાભ?
કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી PPE કીટ પહેરીને કરશે મતદાન
બે ચાર દિવસમાં જાહેર થઈ શકે છે નવા નિર્ણયો : PM મોદીએ બોલાવી નિષ્ણાતોની બેઠક
વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાજપનું ” અંડા” પોલીટીક્સ : ઈંડા-નોનવેજ મુદ્દે BJPના નેતા ઘેરાયા, ભાજપના બે મંત્રીના આમલેટ ખાતા ફોટો વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતના બજેટમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. 3514 કરોડની જાહેરાત
Next Article સુરત પોલીસે શાળામાં ‘ગુડ ટચ બેડ ટચ’ અંગેની માહિતી વિદ્યાર્થીનીઓને આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up