By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદીવિરોધી એક લાખ પોસ્ટરનો ઑર્ડર, ૨૦,૦૦૦ જપ્ત, ૪૯થી વધુ FIR
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદીવિરોધી એક લાખ પોસ્ટરનો ઑર્ડર, ૨૦,૦૦૦ જપ્ત, ૪૯થી વધુ FIR
GeneralNational

મોદીવિરોધી એક લાખ પોસ્ટરનો ઑર્ડર, ૨૦,૦૦૦ જપ્ત, ૪૯થી વધુ FIR

HM News
Last updated: 23/03/2023 12:14 PM
HM News
2 years ago
Share
SHARE

– દિલ્હીના અનેક ભાગમાં લગાડવામાં આવેલાં પોસ્ટર્સમાં લખાણ લખવામાં આવ્યું છે કે ‘મોદી હટાવો, દેશ બચાવો’

દિલ્હીમાં અનેક ભાગમાં આવાં પોસ્ટર્સ દીવાલો પર લગાડવામાં આવ્યાં છે.દેશની રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચેની લડાઈની અસર ગઈ કાલે જાહેર મિલકતોની દીવાલો પર જોવા મળી હતી.સમગ્ર દિલ્હીમાં વાંધાજનક પોસ્ટર્સના સંબંધમાં ૪૯થી વધુ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા છે અને બે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સહિત છ જણની ધરપકડ કરવામાં આવી છે.આ પોસ્ટર્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક લખાણ લખવામાં આવ્યું છે.આરોપો અનુસાર દિલ્હીના અનેક ભાગમાં લગાડવામાં આવેલાં પોસ્ટર્સમાં લખાણ લખવામાં આવ્યું છે, ‘મોદી હટાવો, દેશ બચાવો.’ અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યાં છે.

સ્પેશ્યલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે કહ્યું હતું કે ‘દિલ્હી પોલીસે સમગ્ર દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની વિરુદ્ધનાં પોસ્ટર્સ સહિત મોટી સંખ્યામાં વાંધાજનક પોસ્ટર્સ બદલ ૪૯થી વધુ એફઆઇઆર દાખલ કર્યા છે અને છ જણની ધરપકડ કરી છે.આ પોસ્ટર્સ પર એ કયા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયાં હતા કે એનો પબ્લિશર કોણ છે એની વિગત આપવામાં આવી નથી. આ મામલે દિલ્હી પોલીસે ત્વરિત કામગીરી કરીને તપાસ શરૂ કરી દીધી હતી.પ્રિન્ટિંગ પ્રેસ ઍક્ટ અને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવા વિરોધી કાયદા હેઠળ દિલ્હીના જુદા-જુદા ભાગમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાંથી ૨૦૦૦થી વધુ પોસ્ટર્સને હટાવ્યાં હતાં.

સોર્સિસ અનુસાર બે પ્રિન્ટિંગ પ્રેસને આવાં એક લાખ પોસ્ટર્સ માટેનો ઑર્ડર આપવામાં આવ્યો હતો.મંગળવારે દિલ્હી પોલીસે એક વૅનને આંતરીને એમાંથી ૨૦૦૦ પોસ્ટર્સને જપ્ત કર્યાં હતાં.આ પોસ્ટર્સમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ નહોતું લખવામાં આવ્યું, જે નિયમ અનુસાર જરૂરી છે.સિનિયર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૭ માર્ચે નારાયણાસ્થિત પ્રિન્ટિંગ પ્રેસને ૫૦,૦૦૦ પોસ્ટર્સ પ્રિન્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.એ તમામ પોસ્ટર્સ તૈયાર કરવામાં આવ્યા બાદ એને ડીડીયુ માર્ગસ્થિત આમ આદમી પાર્ટીની ઑફિસમાં પહોંચાડવામાં આવ્યાં હતાં.એ પછી ૧૯ માર્ચે રાતે અલગ-અલગ લોકોને એ પોસ્ટર્સ લગાડવા માટે આપવામાં આવ્યા હતા.

સરમુખત્યારશાહી ચરમસીમા પર

આમ આદમી પાર્ટીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘મોદી સરકારની સરમુખત્યારશાહી ચરમસીમા પર છે.આ પોસ્ટર્સમાં એવું તે શું વાંધાજનક છે કે એને લગાડવાથી મોદીજીએ ૪૯ એફઆઇઆર ફાઇલ કરી દીધા? પીએમ મોદી તમને કદાચ ખબર નહીં હોય,પણ ભારત એક લોકતાંત્રિક દેશ છે. એક પોસ્ટરથી આટલો ડર? શા માટે?

ગુજરાતમાં જીતુ વાઘાણી હાંસિયામાં ધકેલાયા, રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાંથી પણ થયા બાકાત
સેન્સેક્સમાં ગાબડું : રોકાણકારોની સંપત્તિ રૂા. 2.89 લાખ કરોડ ઘટી
CM વિજય રૂપાણીને બધી ખબર હોય તે જરૂરી નથી પણ આ વાતની તો હોવી જ જોઇએ
હરિયાણામાં ત્રણ યુવતીઓએ વૃધ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયોને ….
કોરોના ઈફેક્ટ : અમદાવાદમાં સરકાર રથયાત્રા ન યોજવાનો નિર્ણય લે તેવી સંભાવના
Share This Article
Facebook Email Print
Previous Article વિદેશી ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની : જુઓ વિડિઓ
Next Article અમિત પંડયાનું નામ મહાઠગ કિરણ સાથે જોડતા ભાજપે છેડો ફાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up