By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દુકાનો ખોલવા બાબતે સરકારે મારી ગુલાંટ : 3મે સુધી લોકડાઉન યથાવત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દુકાનો ખોલવા બાબતે સરકારે મારી ગુલાંટ : 3મે સુધી લોકડાઉન યથાવત
AhmedabadGalleryGujarat Now

દુકાનો ખોલવા બાબતે સરકારે મારી ગુલાંટ : 3મે સુધી લોકડાઉન યથાવત

HM News
Last updated: 27/04/2020 8:07 AM
HM News
6 years ago
Share
SHARE

વર્તમાન કોરોના મહામારીમાં ગુજરાત સરકારના એક ઉતાવળા-અધકચરા-અણઘડ અને કેટલાક અધિકારીઓની વાત નહીં માનીને લેવાયેલા નિર્ણયમાં સરકારને ગણતરીના કલાકોમાં જ યુ-ટર્ન લઈને આજે બિનજરૂરી દુકાનો ખોલવાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે.આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો હવે ૩ મે સુધી અગાઉની જેમ જ બંધ રહેશે.સરકારે આજથી છૂટક દુકાનો અને બિનઆવશ્યક સેવાની દુકાનો ખોલવાની જાહેરાત કરી હતી.એ મુજબ આજે આ તમામ દુકાનો ખૂલતાં લોકોનાં ટોળેટોળાં અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનો સરેઆમ ભંગ તથા સરકારના નિર્ણયની લોકોમાં અને ખુદ બીજેપીમાં પણ એક વર્ગમાં આલોચના થતાં છેવટે સરકારે આવશ્યક સેવા સિવાયની દુકાનો બંધ રાખવાની જાહેરાત કરવી પડી છે. આમ જે દુકાનદારો દુકાન ખોલીને લૉકડાઉનમાં કંઈક કમાણી કરવાની આશા રાખી રહ્યા હતા તેમની ઇચ્છા પર ગણતરીના કલાકોમાં પાણી ફરી વળ્યું હતું અને પોલીસ દ્વારા આ દુકાનને બંધ કરાવી દેવામાં આવી હતી.સરકારે પોતાના આ ઉતાવળા નિર્ણયને સાચો ઠેરવવા એવો બચાવ કર્યો કે સ્થાનિક વેપારીઓએ જ ૩ મે સુધી દુકાનો બંધ રાખવાની માગ કરી હતી.તેથી સરકારે આ દુકાનો બંધ કરાવી છે. નોંધનીય છે કે કેટલાક અધિકારીઓએ ૧૫ મે સુધીમાં બજારો કેસો વધશે એમ કહીને સરકારને આ દુકાનો બંધ જ રાખવાનો ઇશારો કર્યો હતો.પરંતુ સરકારે તેમની ઉપેક્ષા કરીને દુકાનો ચાલુ કરાવી અને ખૂલતાંની સાથે જ બંધ કરાવી હતી.

ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉનમાં દુકાનો ખોલવા અંગે ઝ્રર્સ્ં સચિવ અશ્વિની કુમારે પ્રેસ-કૉન્ફરન્સ કરી મોટી જાહેરાત કરી છે.તેમણે જણાવ્યું કે રાજ્યનાં ૪ મહાનગરોમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે.તેમણે કહ્યું કે અમદાવાદ,વડોદરા રાજકોટ અને સુરતમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે.આ રીતે હવે ચાર મહાનગરોમાં દુકાનો ખોલવાનો નિર્ણય પાછો ખેંચાયો છે.

અશ્વિની કુમારે કહ્યું કે આ ૪ મહાનગરોમાં ૩ મે સુધી આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.આ નિર્ણય વેપારી અસોસિએશન સાથે બેઠક કરીને લેવાયો છે. ઉપરાંત રાજ્યનાં અન્ય શહેરોમાં પણ મૉલ,માર્કેટિંગ કૉમ્પ્લેક્સ,સલૂન,પાન-માવા, હોટેલ અને રેસ્ટોરન્ટ ખોલી શકાશે નહીં.આ સાથે અશ્વિની કુમારે એમ પણ કહ્યું કે કોરોના મુદ્દે સતર્કતાનું રાજ્યના વેપારીઓને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ પણ બંધ રહેશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં દૂધ,દવા,શાકભાજી, કરિયાણાની દુકાનો પહેલાંની જેમ ખુલ્લી રહેશે;જ્યારે પાન-મસાલા,બ્યુટી-પાર્લર,હોટેલ બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સરકારે અમુક દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી હતી.એના પછી સવાલ ઊભા થયા હતા કે રાજ્યમાં કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ આ છૂટ કેમ આપવામાં આવી છે.સરકારે જણાવ્યું કે વેપારી અને લોકોની માંગ પર ફરી વિચાર કરી રાજ્ય સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.

ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજ બંધ

નેહરુ બ્રિજ બાદ ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજ બંધ કરવામાં આવ્યા છે.ટ્રાફિક-પોલીસ દ્વારા મોડી રાતે નિર્ણય લેવામાં આવ્યો છે.સુભાષ બ્રિજ, ઍલિસબ્રિજ,જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ ચાલુ છે.અચાનક લેવાયેલા નિર્ણયને પગલે લોકોમાં મુશ્કેલી પેદા થઈ છે.કોઈ જાહેરાત વિના રસ્તો બંધ કરતાં લોકો અટવાયા છે.

સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત
બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી
ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ
વડોદરા : યુનાઈટેડ વેના ગરબામાં યુગલે જાહેરમાં ચુંબન કરતા વાઈરલ વીડિયોને લઇ વિવાદ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article EXCLUSIVE : મેઘાલય-હિમાચલ સિવાયના તમામ રાજ્યો 3 મે બાદ લૉકડાઉન હટાવવાના પક્ષમાં
Next Article ગુજરાતમાં વધુ ૨૩૦ કોરોના પોઝિટિવ : કુલ કોરોનાગ્રસ્ત ૩૦૦૦ને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અમિત શાહના આ મોટા પગલાથી ચોંકી ગયા નેતાઓ : ગુજરાતને જલ્દી મળશે નવા અધ્યક્ષ

6 months ago

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ

1 year ago

CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR

1 year ago

વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા

1 year ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up