પાન -મસાલા અને ચ્યુઈંગમના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

295

– લોકડાઉનના લાભને સરકાર વળગી રહેશે : કોઈપણ છૂટછાટ આપવી હિતાવહ નથી

કનિદૈ લાકિઅ નવી દિલ્હી : દેશમાં વધતા જતા કોરોનાના કેર વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.આ નિર્ણય અંતર્ગત સમગ્ર દેશમાં પાન-મસાલા અને ચ્યુઇંગમના ઉત્પાદન તથા વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ પ્રતિબંધ સરકાર દ્વારા આગામી કોઈ હુકમ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં બુધવારે સાંજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ મીટિંગ યોજાઈ હતી.ત્યારબાદ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ”પાન-મસાલા અને ચ્યૂઈંગમના ઉત્પાદન તથા વેચાણ પર હવે પછીનો આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ અકીલા મુકવામાં આવે છે.

લોકડાઉનથી ઘણા લાભ પણ થયા છે અને સ્થિતિમાં સુધારો થયો છે.આ લાભ જળવાઈ રહેવા જોઈએ.માટે 3 મે સુધી કેન્દ્રની ગાઈડ લાઈન્સનું કડક પાલન થાય તે માટે નજર રાખવામાં આવશે.નવા દિશા-નિર્દેશ 4 મેથી લાગુ થશે.તેમા અનેક જીલ્લાને રાહત આપવામાં આવી શકે છે.આ અંગે આગામી કેેટલાક દિવસોમાં જાણકારી આપવામાં આવશે.જો કે સરકારે હાલ પાન-મસાલા અને ચ્યુઈંગમના ઉત્પાદન-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.આ પ્રતિબંધ મુકવાનું કારણ એક જ છે કે લોકો પાન-મસાલા અને ચ્યુઇંગમ ખાઈને ગમે ત્યાં થૂંકે છે જેથી તેનાથી કોરોના વધવાનો ભય છે.તેવામાં સરકાર હાલ આ મામલે કોઈ જોખમ લેવા તૈયાર નથી કે જેનાથી કોરોનાના ચેપમાં વધારો થાય.

Share Now