સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કેસો નોંધાયા છે.ત્યારે છેલ્લાં 16 કલાકમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 7 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં કોરોના પોઝિટિવના 4 કેસ નોંધાયા છે.જેમાં સેકટર 2, 3માં કેસ નોંધાયો છે.જ્યારે ભીડભાડવાળા વિસ્તાર એવા સેકટર 24માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.
છેલ્લાં 16 કલાકમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 7 કેસ નોંધાયા
ગાંધીનગર જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના ત્રણ કેસ નોંધાયા છે.જેમાં કલોલ તથા દહેગામ તાલુકામાં કોરોનાના કેસ નોંધાયા છે.આ સાથે જ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 45 પર પહોંચી ગઈ છે. નવા નોંધાયેલા કેસ અન્વયે તંત્રએ સરનામા તથા કોન્ટેક્ટ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.તંત્ર દ્વારા સેકટર 24 વિસ્તારને કલસ્ટર ઝોન જાહેર કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.


