ગોધરા, 02 જૂન : લોકડાઉન દરમિયાન વ્યસનીઓ માટે પાન બીડી સિગરેટ ની દુકાનો બંધ રહેતા મુશ્કેલી સર્જાઈ હતી આવા સમયે તમાકુ બીડી સિગરેટ ના વેપારીઓ એ બહુ મોટો કાળા બજાર કરી વ્યસનીઓ સુધી તમાકુ,બીડી સિંગરેટ ઉંચા ભાવે પહોંચાડી ને ખુબજ મોટી રકમ કમાઈ લીધી હોવા ની વાત ને લઈ સરકાર હરકત માં આવી છે અને આજ રોજ ગોધરા ના બાગબાન તમાકુ ના ડિલર્સ ને ત્યાં સ્ટેટ જીએસટી દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરાઈ હતી,જોકે આ સર્વે ની વાત વાયુ વેગે શહેર માં પ્રસરી જતા તમાકુ ગુટખા ના વેપારીઓમાં ડર ની લાગણી વ્યાપી ગઈ હતી પરંતુ જે જીએસટી ની ટીમ સર્વે માટે આવી હતી તે ટીમ ખાનગી કાર માં આવેલ અને આ કાર પૈકી એક કાર વીમો કે પિયુસી વગર ની માલુમ પડતા પ્રશ્ન કરતા ટીમ સર્વે ની કામગીરી પડતી મૂકી રવાના થઈ ગઈ હતી જે અનેક શંકા કૂશંકા ઉપજાવે એમ લાગી રહ્યું છે.