– તાઇવાને WHO પાસેથી માહિતી માંગી હતી, પરંતુ સંસ્થાએ તેની અવગણના કરી
– ચીન પાસે વસેલા તાઇવાને વુહાનના પહેલા સાત કેસોની માહિતી આપી સંસ્થાને ચેતવી હતી
કોરોના મહામારી વિરુદ્ધ સમયસર દુનિયાને ન ચેતવવા મુદ્દે વિશ્વ સ્વાસ્થ સંગઠન WHOની ટીકા કરવામાં આવી રહી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ WHOની કામગીરી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે અને ફંડ પણ ઓછી કરવાની વાત કરવાની મંત્રણા કરી ચૂક્યા છે.આ દરમિયાન તાઇવાને ડિસેમ્બરનો એક ઇમેલ જાહેર કરી WHO પર આ મુદ્દે આરોપ લગાવ્યા છે.
હકીકતમાં તાઇવાનની ગણતરી એ દેશોમાં થાય છે જેમણે અન્ય દેશોની સરખામણીએ કોરોના વાયરસ પર બહુ જલ્દીથી અંકુશ મેળવી લેતા જરુરી પગલા લીધા હતા.પરંતુ તાઇવાનના આરોપ છે કે ડિસેમ્બરમાં તેણે WHO પાસેથી માહિતી માંગી હતી પરંતુ સંસ્થાએ તેની અવગણના કરી હતી.તાઇવાને 31 ડિસેમ્બરે WHO પાસેથી કોરોના વાયરસના સંક્રમણ ફેલાવા સંબંધે માહિતી માંગી હતી,પરંતુ તાઇવાનનુ કહેવુ છે કે WHOએ જરુરી માહિતી આપવાની મનાઇ કરી હતી.તાઇવાને શરુઆતમાં જ ચીનના વુહાનના સાત કેસોનું વર્ણન કરતા WHOને ચેતવવાના પ્રયત્ન કર્યા હતા,પરંતુ તાઇવાને આરોપ લગાવ્યા છે કે, WHOએ ચીનને ખુશ કરવા માટે વાયરસના ખતરાને ઓછો દર્શાવ્યો.
તાઇવાન ચીનથી આશરે 130 કિમી દૂર સ્થિત છે.70 વર્ષ પહેલા તાઇવાને જાતે જ તેને ચીનથી સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો,જોકે ચીન તાઇવાનને આઝાદ દેશ નથી માનતુ.ચીને WHO પર દબાણ કરી તાઇવાનને WHOના સભ્ય દેશોની યાદીથી બહાર રાખ્યો હતો.
બીજી તરફ WHOએ તાઇવાનના આરોપોને નકાર્યા છે.
તાઇવાનમાં કોરોનાના કુસ કેસોનો આંકડો 393 છે,જેમાં 6 લોકોના મોત થયા છે.જ્યારે વિશ્વસ્તરે કોરોના વાયરસના કુલ કેસોનો આંકડો વધીને 19 લાખને પાર કરી ગયો છે.