– સિદ્ધદાના માજીન ગામમાં 62 એકર જમીનમાં 32 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ
– મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની આઠ અને છ ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી
જમ્મુ શહેરમાં બનેલા રાજ્યના પ્રથમ તિરુપતિ બાલાજી મંદિરના કપાટ આજથી ભક્તો માટે લેફ્ટનન્ટ ગવર્નરની હાજરીમાં ખોલવામાં આવશે.આ પછી ભક્તો ભગવાન વેંકટેશની પૂજા કરી શકશે. મંદિરમાં ગઈકાલે ભગવાન વેંકટેશ્વરની આઠ અને છ ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.
મંદિરનું નિર્માણ 32 કરોડના ખર્ચે કરવામાં આવ્યુ
જમ્મુ શહેરના સિદ્ધદાના માજીન ગામમાં 62 એકર જમીનમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં બુધવારે આંધ્રપ્રદેશના લગભગ 45 વિદ્વાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પૂજા અને સ્થાપના કરી હતી.આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.આજે યોજાનારા ધાર્મિક કાર્યક્રમ માટે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે તેમજ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વેંકટેશ્વરની 8 ફૂટ ઊંચી મૂર્તિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરવામાં આવી છે.
મૂર્તિના નિર્માણમાં ગ્રેનાઈટનો ઉપયોગ કરાયો
આ મંદિરમાં મૂર્તિના નિર્માણમાં ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાંથી લાવવામાં આવી છે અને મંદિર તિરુપતિ બાલાજી મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે.મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિશેષ પૂજા 6 મેથી શરૂ થઈ ત્યારબાદ ધાર્મિક વિધિઓ ચાલી રહી હતી.જમ્મુ શહેર ધાર્મિક પર્યટનની દૃષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય ત્યારે હવે મા વૈષ્ણો દેવીના દર્શન કરનારા ભક્તો હવે જમ્મુમાં તિરુપતિ બાલાજીના દર્શન પણ કરી શકશે.ધાર્મિક પ્રવાસન વધવાથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડે બાંધકામ કરાવ્યું
તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.પ્રથમ તબક્કામાં ભગવાન બાલાજીનું મંદિર,પૂજારીઓ અને બોર્ડ સ્ટાફ માટે આવાસ,શૌચાલય અને પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.બીજા તબક્કામાં વેદ પાઠશાળા,આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં આવશે.આંધ્રપ્રદેશના જ 50 થી વધુ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે.મંદિરનો શિલાન્યાસ જૂન 2021માં કરવામાં આવ્યો હતો.
તિરુપતિ બાલાજી મંદિર દરેક રાજ્યમાં હશે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જમ્મુની તેમની મુલાકાત દરમિયાન ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરતી વખતે જાહેરાત કરી હતી કે દરેક રાજ્યમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવામાં આવશે. આંધ્રપ્રદેશ બાદ મંદિર જમ્મુ-કાશ્મીર,હૈદરાબાદ,દિલ્હી,કન્યાકુમારી,ચિનાની,ભુવનેશ્વરમાં બનશે અને આવા જ મંદિર મુંબઈ,રાયપુર અને અમદાવાદમાં પણ બનાવવામાં આવશે.

