By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રકૃતિપૂજક આદિવાસી પ્રજાએ વિશ્વને હિંદુ સંસ્કૃતિની શીખ આપી છે : રાજેન્દ્ર ત્રિવેદી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પ્રકૃતિપૂજક આદિવાસી પ્રજાએ વિશ્વને હિંદુ સંસ્કૃતિની શીખ આપી છે : રાજેન્દ્ર ત્રિવેદી
GeneralSouth Gujarat

પ્રકૃતિપૂજક આદિવાસી પ્રજાએ વિશ્વને હિંદુ સંસ્કૃતિની શીખ આપી છે : રાજેન્દ્ર ત્રિવેદી

HM News
Last updated: 10/08/2021 6:48 AM
HM News
5 years ago
Share
SHARE

– ડાંગમા જનસેવાના રૂ ૭ કરોડ ૮૪ લાખના ૯ જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ સાથે અઢી કરોડના કામોનુ કરાયુ ખાતમુહુર્ત

સાપુતારા : ‘વિશ્વ આદિવાસી દિવસ’ એ ફક્ત વિશ્વના આદિવાસીઓનો ઉત્સવ નથી પરંતુ એ વિશ્વને જીવંત રાખનાર આદિવાસીઓનો ઉત્સવ છે તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આહવા ખાતે પ્રકૃતિપૂજક આદિવાસી પ્રજાએ વિશ્વને હિંદુ સંસ્કૃતિની શીખ આપી છે તેમ જણાવ્યુ હતુ.રાજ્યના આદિજાતિ વિસ્તારોમા વનબંધુઓના વિકાસ માટે કટિબધ્ધતા અને પ્રતિબધ્ધતાનો આમ જનતાને અહેસાસ કરાવતી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષના સુશાસનમા આદિજાતિ લોકોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે,તેમ આહવા ખાતે જણાવ્યુ હતુ.

​​​​​​​રાજ્યભરમા તા.૯મી ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે જૂદા જુદા ૫૩ આદિવાસી તાલુકાઓમા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરી,વનબંધુ હિતલક્ષી દિર્ઘદ્રષ્ટીપુર્ણ યોજનાઓની સાથોસાથ છેવાડાના લાભાર્થી સુધી તે યોજનાનો લાભ મળે તેનુ રીયલ ટાઇમ ફોલોઅપ, અને સમયબધ્ધ આયોજનને કારણે રાજ્ય આદિજાતિ વિસ્તારના લોકોની આર્થિક,સામાજિક વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે તેમ જણાવ્યુ હતુ.આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ સામાજિક,આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામા આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યા છે,તેમ જણાવી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ।.૧ લાખ કરોડ ફાળવ્યા છે,જેના થકી નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ થયુ છે, તેમ જણાવ્યુ હતુ. ઇતિહાસમા આદિવાસીઓના પરાક્રમો, બલિદાનો સ્વર્ણ અક્ષરે આલેખાયા છે,તેમ જણાવતા ત્રિવેદીએ પારદર્શક અને નિર્ણાયક સરકાર દ્વારા ખુબ જ સંવેદનશીલતા સાથે સર્વસમાવેશક સમતોલ વિકાસ કાર્યો કરીને જ્ઞાતી,જાતિલક્ષી વિકાસના સિમાડાઓને રાજ્યમાંથી ઉખાડી બતાવ્યા છે. રાજ્યના અંતરિયાળ તથા સાવ છેવાડાના વિસ્તારોમા પણ મહાનગરોની માફક જ અનેક વિકાસ પ્રોજેક્ટ્સ મુકીને રાજ્ય સરકારે ગુજરાત મોડેલને સ્માર્ટ સ્ટેટ બનાવવાની દિશા તરફ અનેકવિધ નવતર આયામો હાથ ધર્યાં છે જેના પરિણામે ગુજરાત આજે દેશનું રોલમોડલ પૂરવાર થઈ રહ્યું છે.તેમજણાવ્યુ હતુ.

અંબાજી થી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના વિસ્તારમા ૧૪ જિલ્લાઓ, ૫૩ જેટલા તાલુકાઓ, ૪ હજાર કરતા વધારે ગામડાઓમા ૯૦ લાખ જેટલા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.આ સમાજના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘સબકા સાથ, સબ કા વિકાસ’ના સૂત્રને સાર્થક કરવા વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી.અત્યાર સુધીમા આદીવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ,રસ્તા,સિંચાઇ,શિક્ષણ,આરોગ્ય,પીવાનુ પાણી વિગેરે સગવડો માટેના કામો થયા છે અને આ જ યોજનાને આગળ ધપાવી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ની જાહેરાત કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ।.૧ લાખ કરોડની ફાળવણી કરી છે. જે અંતર્ગત નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામા આવશે.છેલ્લા ૧૩ વર્ષમા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ।.૯૭ હજાર કરોડની રકમ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામા આવી છે,તેમ જણાવતા ત્રિવેદીએ રાજયના આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક,આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામા આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યા છે તેમ ઉમેર્યું હતુ.

આદિવાસી સંસ્કૃતિના ભવ્ય વારસાને દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવા તથા આ ભવ્ય સાંસ્કૃતિક ધરોહરથી લોકો માહિતગાર થાય એ માટે રૂ. ૧૦૩ કરોડના ખર્ચે આદિજાતિ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમા રાજયના નર્મદા જિલ્લામા “રાષ્ટ્રીય કક્ષાનુ આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાની” નુ ભવ્ય મ્યુઝિયમ ઉભુ કરવામા આવી રહ્યુ છે તેમ જણાવી અધ્યક્ષએ રાષ્ટ્રીય મ્યુઝિયમમા મુખ્ય આકર્ષણો તરીકે ૩ડી પેનોરમા,ડી ડિસ્પ્લે,લેસર અને કમ્પ્યુટર ટેકનિકથી આદિવાસી સાંસ્કૃતિક વારસો પ્રસ્તુત કરાશે તેમ જણાવ્યુ હતુ.આ સાથે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોની ભવ્ય જીવન ઝાંખીની સહેલાણીઓને જાણકારી પણ ઉપલબ્ધ થશે. ૭૦ એકર જમીનમા ઊભુ થનારુ આ મ્યુઝિયમ દેશ અને રાજ્યોની એકતા અને અખંડિતતાને સુપેરે પ્રસ્તુત કરશે. આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્યભરમા ટેકનોલોજીથી સજજ ૩૪ એકલવ્ય મોડેલ સ્કૂલ કાર્યરત છે.જેમા ડિજિટલ બોર્ડ,ઓવરહેડ પ્રોજેકશન,કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાથે આધુનિક શિક્ષણની સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે અને આદિવાસી બાળકોને વર્લ્ડ ક્લાસ અધતન સવલતો સાથે અભ્યાસની તક પૂરી પાડી છે.સાથે સાથે ૭૬૫ જેટલી આશ્રમ શાળાઓ,આદર્શ નિવાસી શાળાઓ અને એક્લવ્ય શાળાઓના ૧ લાખ ૩૫ હજાર વિધાર્થીઓને રહેવા, જમવા તથા અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે નર્મદા જિલ્લામા “ગુજરાત રાજય ટ્રાયબલ યુનિવર્સિટી” સ્થાપવાનો નિર્ણય કયો છે તેમ જણાવતા આ યુનિવર્સિટીની સ્થાપનાનો મુખ્ય હેતુ રાજયના આદિજાતિ સમુદાયના વિધાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત શિક્ષણ પુરૂ પાડવા સાથે રોજગારક્ષમ ટેકનીકલ ડીપ્લોમા,સર્ટીફીકેટ કોર્સ જેમા આદિજાતિ વિસ્તારના રોજગાર ક્ષેત્રોને કાર્યક્ષમ બનાવવા ડેરી અને ડેરી આધારિત ઉધોગ, કૃષિ તથા વન આધારિત કુશળતાઓનો વિકાસ,વિજ્ઞાન,ટેકનીકલ, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના વિભાગો શરૂ કરવામા આવી રહ્યા છે તેમ પણ તેમને આ વેળા જણાવ્યુ હતુ.બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ગામના ૧૬ હેકટર જેટલી જમીન રાજય સરકારે ફાળવી છે તેમ પણ અધ્યશએ આ વેળા જણાવ્યુ હતુ.

ઉજવણી કાર્યક્રમ દરમિયાન આદિવાસી ઈતિહાસની ઝાંખી કરાવી ભાજપા પ્રમુખ દશરથભાઈ પવારે સ્થાનિક ડાંગી બોલીમા પેસા એકટની વિગતો આપી પ્રકૃતિના જતન સવર્ધન સાથે વન વિસ્તારને વિકૃતિથી બચાવવાની હિમાયત કરી હતી.તો જિલ્લાના સંગઠન પ્રભારી સીતાબેન નાયકે ઉપસ્થિત સૌને સુખ,સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી આ ઉજવણી ત્યારે જ સાર્થક બને જયારે સમાજનો સર્વાંગીણ વિકાસ થાય તેમ જણાવ્યુ હતુ.ટીમ ડાંગને ઉત્કૃષ્ઠ કામગીરી દાખવવા બદલ પણ તેમણે અભિનંદન પાઠવ્યુ હતુ.આહવા ખાતે યોજાયેલા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે ડાંગ સહીત રાજ્ય અને દેશને ગૌરવ અપાવનાર ડાંગની દીકરી અને ગોલ્ડન ગર્લ કુ.સરિતા ગાયકવાડ સહીત સંરક્ષણ ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી કરનારા પોલીસકર્મીઓ,શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ઠ સિદ્ધિ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ,ખેતી ક્ષેત્રે નવિનતમ ટેકનોલોજીના ઉપયોગ સાથે અન્યો માટે પ્રેરણારૂપ બનનારા અગ્રણી ખેડૂત,આરોગ્ય સેવાના કર્મયોગીઓ અને ડાંગ જિલ્લાની પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિનો વ્યાપ વધારાના વૈધરાજો નુ યથોચિત સન્માન કરાયુ હતુ.કાર્યક્રમમા વાસુરણા ના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી,આહવા તાલુકા પંચાયતના પ્રમુખ કમળાબેન રાઉત,કલેકટર ભાવિન પંડયા,જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ,જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા,નાયબ વન સંરક્ષકો અગ્નીશ્વર વ્યાસ અને નિલેશ પંડયા સહિતના ઉચ્ચાધિકારીઓ,લાભાર્થીઓ,આદિવાસી પ્રજાજનો,મિડીયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા નિભાવી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આમદની અઠની, ખર્ચા રૂપૈયા: ભાજપની આવક ખર્ચ કરતા વધુ, કોંગ્રેસનો ખર્ચ આવક કરતા વધુ!!!
Next Article જંતર-મંતર પર મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણ, BJP નેતા અશ્વિની ઉપાધ્યાય સહિત 6ની અટકાયત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up