By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિજય માલ્યા, નીરવ મોદીને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિજય માલ્યા, નીરવ મોદીને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો
GeneralNational

વિજય માલ્યા, નીરવ મોદીને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો

HM News
Last updated: 23/04/2022 6:40 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની ભારતની મુલાકાતમાં એક સિદ્ધિ મળે તેવી શક્યતા છે.ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આર્થિક ગુનેગારોને દેશમાં પાછા લાવવાની તેની પ્રાથમિકતા છે.જ્હોન્સને ભારતની આ લાંબાગાળાની ચિંતાની ગંભીર નોંધ લીધી છે.તેમણે સંકેત આપ્યો છે કે તેઓ આ મામલે અત્યંત સંવેદનશીલ છે અને કહ્યું હતું કે બ્રિટન એવા લોકોને નહીં આવકારે કે જેઓ ભારતીય કાયદાથી બચવા માટે બ્રિટનની કાયદાકીય સિસ્ટમનો ઉપયોગ કરવા માગે છે.આમ હવે ભારતમાં વિજય માલ્યા અને નીરવ મોદી જેવા આર્થિક ગુનેગારોને દેશમાં પરત લાવવા આડેનો માર્ગ મોકળો બને તેમ છે. જ્હોન્સને એમ પણ જણાવ્યું હતું કે ભારત વિશ્વની મહાન લોકશાહી છે.તેમણે કહ્યું કે લોકશાહી મામલે કોઈ દેશે બીજા દેશને સલાહ ના આપવી જોઈએ.ઉલ્લેખનીય છે કે ભારત છેલ્લાં અનેક વર્ષોથી નાણાકીય છેતરપિંડીને લગતાં કેસોમાં કથિત સંડોવણી બદલ કાનૂની કેસ ચલાવવા માટે વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની સર્વગ્રાહી વાટાઘાટો બાદ જ્હોન્સને ઉમેર્યું હતું કે બ્રિટનની સરકારે તેમના પ્રત્યાર્પણનો આદેશ આપી દીધો છે અને અનેક કાયદેસરની ગૂંચવાડાને કારણે તેમના પ્રત્યાર્પણનો મામલો મુશ્કેલ બન્યો છે.જોકે અમે ભારતમાં કાયદાથી બચવા માટે અહીંની કાનૂની સિસ્ટમનો ઉપયોગ કરવા માગતા હોય તેવા લોકોને અમે આવકારતા નથી.આ મામલે તેઓ શું કરી શકે છે તે પણ જોશે.
નરેન્દ્ર મોદી અને જ્હોન્સન વચ્ચે વ્યાપક વાટાઘાટો અંગે પત્રકારોને માહિતગાર કરતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે ભારતમાં જેમની સામે કેસ ચલાવવાના હોય તેવા વોન્ટેડ ભાગેડુ આર્થિક ગુનેગારોને પાછા લાવવા માગે છે.બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચામાં આ મુદો ઉઠાવવામાં આવ્યો હતો.શ્રીંગલાએ ઉમેર્યું હતું કે ‘અમે ભારતીય પક્ષ તરફથી આ અંગેની જાણ તેમને કરી હતી.બ્રિટન બાજુથી પણ કહેવાયું કે તેઓ બ્રિટનમાં રહેતા આર્થિક ગુનેગારોને ટૂંકમાં જ પાછા લાવવાનું અમારી ન્યાયિક સિસ્ટમની દ્રષ્ટિએ પણ મહત્વનું છે.’ શ્રીંગલાએ વધુમાં કહ્યું હતું કે રશિયા -યુક્રેન સંઘર્ષ મામલે ભારતના વલણ અંગે બ્રિટન તરફથી ભારત પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી.

ભારત, બ્રિટન વચ્ચે સંરક્ષણ, વેપાર ક્ષેત્રે સમજૂતી
ભૌગોલિક ઉથલપાથલ વચ્ચે બન્ને દેશોના વડાપ્રધાનોએ એક નવા અને વ્યાપક ભારત-બ્રિટન ડિફેન્સ પાર્ટનરશીપ મામલે સંમતિ દર્શાવી હતી અને વર્ષના અંત સુધીમાં એક મહત્વાકાંક્ષી મુક્ત વેપાર સમજૂતી કરવાનું આહ્વાન પણ કર્યું હતું. બન્ને દેશોએ જમીન, આકાશ અને દરિયા ઉપરાંત સાયબર ક્ષેત્રે નવા ખતરાને પહોંચી વળવા માટે સાથે કામ કરવા સંમતિ દર્શાવી છે.ભારતમાં છેલ્લાં દિવસની મુલાકાતમાં જ્હોન્સને કહ્યું હતું કે ભારત માટે સંરક્ષણ ક્ષેત્રની ખરીદી માટે અમલદારશાહી અને ડિલિવરીના સમય ઘટાડવા માટે બ્રિટન ઓપન જનરલ એક્સપોર્ટ લાયસન્સ (ઓજીઇએલ) ઊભું કરી રહ્યું છે.

જ્હોન્સને PM મોદીને ‘ખાસ દોસ્ત’ ગણાવ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન વચ્ચેની આત્મીયતા મીડિયા ઇવેન્ટમાં દેખાઇ હતી.જ્હોન્સને મોદીને તેમના ‘ખાસ દોસ્ત’ ગણાવ્યા હતા અને તેમના પ્રથમ નામથી અનેક વખત બોલાવ્યા હતા.જ્હોન્સને ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં મળેલા આવકારની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મને અહીં સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવો અહેસાસ થયો હતો. ઇવેન્ટમાં જ્હોન્સને કહ્યું હતું કે ‘ધન્યવાદ મારા મિત્ર નરેન્દ્ર, હિન્દીમાં હું ખાસ દોસ્ત શબ્દ વાપરીશ.’

રશિયા યુક્રેન છોડી જાય તેમ ભારત ઇચ્છે છે: જ્હોન્સન
યુક્રેનમાં શાંતિ સ્થાપિત થાય અને રશિયા ત્યાંથી બહાર નીકળી જાય તેમ ભારત ઇચ્છે છે તેમ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત પછી જણાવ્યું છે. યુક્રેનમાં બુચામાં જે થયું છે તે મામલે મોદીએ આકરો પ્રતિસાદ આપ્યો હતો.રશિયા સાથે ભારતના દાયકાઓ જૂના સંબંધોને સમજે છે અને તેનું સન્માન કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પીએમ મોદીની મુલાકાત પહેલા કાશ્મીરમાં 4 આતંકી ઠાર કરાયા
Next Article વર્તમાન વૈશ્વિક પડકારોને ઉકેલવામાં ભારતની વિશિષ્ટ ભૂમિકા: IMF
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up