By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શહીદ દિવસ: ભગત સિંહે ફાંસી પહેલા લખેલો પત્ર બની ગયો ઈન્કલાબનો અવાજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > શહીદ દિવસ: ભગત સિંહે ફાંસી પહેલા લખેલો પત્ર બની ગયો ઈન્કલાબનો અવાજ
AhmedabadGeneral

શહીદ દિવસ: ભગત સિંહે ફાંસી પહેલા લખેલો પત્ર બની ગયો ઈન્કલાબનો અવાજ

HM News
Last updated: 23/03/2022 6:14 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર : ભારતના ઈતિહાસમાં 23મી માર્ચનો દિવસ હંમેશા માટે અમર રહેશે.વર્ષ 1931માં આજના દિવસે જ ભગત સિંહ,શિવરામ રાજગુરૂ અને સુખદેવ થાપરે દિલમાં આઝાદીનું સપનું વસાવીને હસતા મોઢે ફાંસીને ફંદાને ચૂમી લીધો હતો.ભગત સિંહે ફાંસીના અમુક કલાકો પહેલા પોતાના સાથીઓને એક અંતિમ પત્ર લખ્યો હતો.તેમના હૃદયમાં ફાંસીના ડરને લઈ જરા પણ થડકાર નહોતો.દિલમાં હતી માત્ર દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેવાની એક ઉત્કટ ભાવના.અંગ્રેજો દ્વારા ફાંસી પર લટકાવવામાં આવ્યા ત્યાર બાદ ભગત સિંહ,સુખદેવ અને રાજગુરૂ હંમેશા માટે અમર થઈ ગયા અને ભગત સિંહે લખેલો તે અંતિમ પત્ર દેશવાસીઓ માટે ઈન્કલાબનો અવાજ બની ગયો.

શું હતો ભગત સિંહનો અંતિમ પત્ર

તેમણે પત્રમાં લખ્યું હતું કે,ચોખ્ખી વાત છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ,હું તેને સંતાડવા પણ નથી માગતો.આજે એક શરત પર જીવિત રહી શકું છું.હવે હું કેદ રહીને કે બંધાઈને જીવવા નથી માગતો.મારૂં નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે.ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને ખૂબ ઉંચો ઉઠાવી દીધો છે.એટલો ઉંચો કે,જીવીત રહેવાની સ્થિતિમાં હું કોઈ પણ હિસાબે તેનાથી ઉંચો નહીં રહી શકું.

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી.જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિનું પ્રતીક ચિહ્ન મદ્ધમ પડી જશે,બની શકે છે કે નષ્ટ જ થઈ જાય.પરંતુ બહાદુરીપૂર્વક હસતાં-હસતાં હું ફાંસીએ ચઢી જઈશ તો હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનવાની આરજુ કર્યા કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને અટકાવવી સામ્રાજ્યવાદ કે તમામ શેતાની શક્તિઓના સામર્થ્યની વાત નહીં રહે.

હા,એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે,દેશ અને માનવતા માટે જે પણ કશું કરવાની ઈચ્છાઓ મારા દિલમાં હતી તેનો 1000મો ભાગ પણ પૂરો નથી કરી શક્યો.જો સ્વતંત્ર,જીવીત રહેત તો કદાચ તેને પૂરી કરવાનો અવસર મળતો.તે સિવાય મારા મનમાં ફાંસીથી બચવા માટેની કદી કોઈ લાલચ નથી આવી.મારાથી વધારે ભાગ્યશાળી વળી કોણ હશે.આજકાલ મને સ્વયં પર ખૂબ ગર્વ થાય છે.મને હવે ખૂબ આતુરતાપૂર્વક અંતિમ પરીક્ષાની રાહ છે,ઈચ્છા છે કે તે વધુ ઝડપથી આવે.તમારો કોમરેડ,ભગત સિંહ.

હસતાં-હસતાં ચૂમ્યા ફાંસીનો ફંદો

જે દિવસે ત્રણેય ક્રાંતિવીરોને ફાંસી અપાવાની હતી તે દિવસે પણ તેઓ હસી રહ્યા હતા.ત્રણેય એકબીજાને ગળે મળ્યા હતા.તે દિવસે જેલમાં બંધ તમામ કેદીઓની આંખો ભીંજાઈ હતી.ત્રણેયને ફાંસી પહેલા સ્નાન કરાવીને વજન કરવામાં આવ્યું હતું.સજાના એલાન બાદ ભગત સિંહનું વજન વધી ગયું હતું.અંતે ત્રણેય હસીને ફાંસીના ફંદાને ચૂમ્યા અને દેશની આઝાદી માટે પોતાની જાતને ન્યોચ્છાવર કરી દીધી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આગામી 5 વર્ષમાં અમદાવાદને વધુ 19% પાણીની જરૂર પડી શકે છે
Next Article હૈદરાબાદઃ લાકડાના ગોદામમાં આગ હોનારત, 11ના મોત, અનેક દાઝ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up