By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિવસેનાનો ‘અસલી’ માલિક કોણ હશે? શિંદે કે ઉદ્ધવ ઠાકરે ? ચૂંટણી પંચ આવી રીતે લેશે નિર્ણય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિવસેનાનો ‘અસલી’ માલિક કોણ હશે? શિંદે કે ઉદ્ધવ ઠાકરે ? ચૂંટણી પંચ આવી રીતે લેશે નિર્ણય
GeneralNationalPolitics

શિવસેનાનો ‘અસલી’ માલિક કોણ હશે? શિંદે કે ઉદ્ધવ ઠાકરે ? ચૂંટણી પંચ આવી રીતે લેશે નિર્ણય

HM News
Last updated: 29/09/2022 5:42 AM
HM News
4 years ago
Share
SHARE

– ઓક્ટોબર 1967માં મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી ચિન્હ આદેશ બનાવ્યો હતો
– પક્ષમાં વિવાદ કે વિલયની સ્થિતિમાં નિર્ણય લેવાનો અધિકાર માત્ર ચૂંટણી પંચને
– અખિલેશ પાસે ચૂંટાયેલા પ્રતિનિધિ વધુ હોવાથી મુલાયમનું ચિન્હ યાદવને સોંપાયું હતું

તેમનું ધનુષ-તીરવાળું ચૂંટણી ચિન્હ કોની પાસે જશે? એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે? હવે તેનો નિર્ણય ચૂંટણી પંચ કરશે.સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉદ્ધવ ઠાકરેના જૂથને આંચકો આપતાં કહ્યું કે, અસલી શિવસેના અને પક્ષના ચિહ્ન પર ચૂંટણી પંચ નિર્ણય લઈ શકે છે.ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ચૂંટણી પંચ અસલી શિવસેના અંગે નિર્ણય લઈ શકે નહીં,જે અરજીને કોર્ટે ફગાવી દીધી છે.આ વર્ષે જૂનમાં મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું હતું.ત્યારબાદ શિંદે જૂથ પણ પાર્ટીના ચૂંટણી ચિન્હ ‘ધનુષ-બાણ’ પર દાવો કરી રહ્યું છે અને પોતાને ‘અસલી’ શિવસેના કહી રહ્યા છે.આ મામલો હાલ ચૂંટણી પંચમાં છે.શિંદે જૂથ હજુ પણ પોતાને અસલી શિવસેના ગણાવે છે.તો શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે કહે છે કે, ચૂંટણી પંચમાં સત્યની જીત થશે.જોકે શિવસેના કોની છે,તે અંગેનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે.પરંતુ આ નિર્ણય કેવી રીતે લેવામાં આવશે ? તેને સમજીએ…

નિયમ શું કહે છે?

કોઈ રાજકીય પાર્ટી પર કોનો અધિકાર હશે,તે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે.પક્ષનું ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચમાંથી જ મેળવવામાં આવે છે અને તે નક્કી કરે છે કે કયા જૂથને પક્ષ માનવામાં આવે.જ્યારે કોઈ પક્ષમાં બે અલગ-અલગ જૂથો દાવો કરે,ત્યારે ચૂંટણી પંચ બંને પક્ષોને બોલાવે છે અને સાંભળે છે,જેમાં પુરાવાઓ જોવામાં આવે છે,ગણતરી કરવામાં આવે છે અને કોની પાસે બહુમતી વધાર છે તે પણ જોવામાં આવે છે,ત્યારબાદ બહુમતી જે તરફ હોય તેને પક્ષ માનવામાં આવે છે.

ચૂંટણી ચિન્હ અંગેનો નિયમ

ઓક્ટોબર 1967માં એસપી સેન વર્મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા ત્યારે તેમણે ચૂંટણી ચિન્હ આદેશ બનાવ્યો,જેને ‘સિમ્બોલ ઓર્ડર 1968’ કહેવામાં આવે છે.તેના ફકરા-15માં લખ્યું છે કે રાજકીય પક્ષમાં વિવાદ કે વિલીનીકરણની સ્થિતિમાં નિર્ણય લેવાનો અધિકાર માત્ર ચૂંટણી પંચને જ છે.સુપ્રીમ કોર્ટે પણ પેરા-15ની માન્યતાને યથાવત રાખી છે. 1971માં સાદિક અલી વિરૂદ્ધ ચૂંટણી પંચના કેસમાં સુપ્રીમ કોર્ટે તેમની માન્યતા યથાવત રાખી હતી.

પક્ષ કોની પાસે જશે, તે નિર્ણય કેવી રીતે થાય છે ?

પક્ષનો અસલી માલિક કોણ હશે? તેનો નિર્ણય મુખ્યત્વે ત્રણ બાબતો પર છે.પ્રથમ – ચૂંટાયેલા પ્રતિનિધિઓ કયા જૂથમાં વધુ છે? બીજું – ઓફિસના પદાધિકારીઓ કંઈ તરફ છે? અને ત્રીજું – મિલકતો કઈ બાજુ છે? પરંતુ, કયા જૂથને પક્ષ ગણવામાં આવશે? તેનો નિર્ણય ચૂંટાયેલા પ્રતિનિધિઓની બહુમતી પર આધારિત છે.ઉદાહરણ તરીકે, જે જૂથમાં વધુ ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો હશે તેને પક્ષ તરીકે ગણવામાં આવશે.

શિંદે-ઉદ્ધવને કેસ પણ મુલાયમ-અખિલેશ જેવો

ઉદાહરણ તરીકે 2017માં સમાજવાદી પાર્ટી તૂટી ગઈ હતી.ત્યારબાદ અખિલેશ યાદવે મુલાયમ સિંહ યાદવનું સ્થાન લીધું હતું અને પોતે પ્રમુખ બન્યા હતા.બાદમાં શિવપાલ યાદવ પણ આ મામલામાં કૂદી પડ્યા હતા.મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો.મોટાભાગના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અખિલેશ યાદવની સાથે હતા,તેથી પંચે તેમને ચિન્હ સોંપ્યું.બાદમાં શિવપાલ યાદવે અલગ પાર્ટી બનાવી.

શિંદે-ઠાકરે કેસમાં શું થઈ શકે?

શિવસેનાના ‘અસલી’ દાવેદારને લઈને શિંદે જૂથ અને ઠાકરે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.આ મામલો ચૂંટણી પંચ પાસે છે.મામલો સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ પક્ષના વિભાજનનો મામલો આગળ વધી શક્યો ન હતો,પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ આ અંગે નિર્ણય કરશે.

શિવસેનાના પ્રવક્તાનો દાવો

શિંદે જૂથ અને ઠાકરે જૂથ બંને પોતાને અસલી શિવસેના ગણાવે છે.શિંદે જૂથના શિવસેનાના પ્રવક્તા નરેશ મ્હાસ્કેએ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો અને 18માંથી 12 સાંસદો તેમની સાથે છે.ઉપરાંત 80%થી વધુ જિલ્લા પ્રમુખ, કાઉન્સિલર અને શહેર પરિષદના પ્રમુખ પણ તેમની સાથે છે.

બંને જૂથ ભવિષ્યમાં ફરી સાથે આવે તો?

આ સમયે શિવસેના બે જૂથોમાં વહેંચાયેલી છે.શિંદે જૂથે ભાજપની મદદથી સરકાર બનાવી છે.તો ઠાકરે જૂથ વિપક્ષમાં બેઠું છે.હાલ તો બંનેના ફરી સાથે આવવાની કોઈ આશા નથી.પરંતુ જો ભવિષ્યમાં બંને પક્ષો ફરી એક સાથે આવવા માંગતા હોય તો? આ અંગે પણ ચૂંટણી પંચ નિર્ણય લેશે.બંને જૂથોએ કમિશનમાં જઈને કહેવું પડશે કે હવે અમે સાથે છીએ અને તેને જ પક્ષ તરીકે માન્યતા આપવી જોઈએ.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PFI પર સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રીય મંચનું મહત્વનું નિવેદન
Next Article સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શો ને પગલે આ રસ્તા પર વાહનવ્યવહાર બંધ કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up