કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યુ હતું કે, દેશમાં 81 કરોડ લાભાર્થીઓને અનાજ આપવા માટે સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો છે. સરકાર પાસે નવ માસ સુધી ચાલે તેટલો ગોડાઉનમાં પુરતો જથ્થો છે.
સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો
કેન્દ્ર પાસે 534.75 લાખ મેટ્રિક ટન ચોખા, અને ઘઉ છે. લોકડાઉનના કારણે દેશમાં અનાજ પુરતા પ્રમાણમાં ન હોવાની અફવા ફેલાઈ હતી. જો કે, રામવિલાસ પાસવાને કહ્યુ કે, સરકાર પાસે પુરતા પ્રમાણમાં અનાજનો જથ્થો છે.
જે લાભાર્થીઓને આપવામાં આવશે.
તમામ રાજ્યમાં થઈ રહ્યું છે વિતરણ
કેન્દ્ર સરકાર દેશના તમામ રાજ્યોમાં અનાજનું વિતરણ કરી રહી છે. અહીં મહત્વપૂર્ણ છે કે, સરકારે કોરોનાના કારણે જાહેર કરેલા લોડાઉનના કારણે પીડીએસ લાભાર્થીઓને ત્રણ માસ સુધી મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. જેથી ગરીબ લાભાર્થીઓને સરકાર દ્વારા અનાજ આપવામાં આવી રહ્યુ છે.