અમદાવાદ : સેબીએ આર્થિક પરિણામોનો સમયસર ખુલાસો નહીં કરવા બદલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રૂ. 7 લાખનો દંડ ફટકાર્યો છે.સેબીએ નાણાંકીય વર્ષ 2015-16થી 2018-19 દરમિયાન આ બાબતે NHAIની તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સેબીને ધ્યાને આવ્યું હતું કે NHAIએ 2015-16થી 2018-19 દરમિયાન અર્ધવાર્ષિક નાણાંકીય પરિણામોનું વિવરણ આપવામાં 4થી 78 દિવસ સુધીનો વિલંબ કર્યો હતો..
સેબીએ NHAIને કહ્યું હતું કે તે ભવિષ્યમાં લિસ્ટિંગ ઓબ્લિગેશન અને ડિસ્ક્લોઝર રિક્વાયમેન્ટના નિયમોનું પાલન કરે.જોકે સેબીની સલાહ બાદ NHAIએ 30 સપ્ટેમ્બર,2018 અને 31 માર્ચ,2019ના રોજ પુરા થતાં છમાસિકના નાણાંકીય પરિણામો સમયસર જમા નહોતા કરાવ્યાં
નાણાંકીય પરિણામોને જમા કરાવવામાં 19 દિવસ અને 78 દિવસનો વિલંબ કરવામાં આવ્યો હતો. સેબીએ પોતાનાં આદેશમાં જણાવ્યું હતું કે NHAIએ 2015-16થી 2018-19 દરમિયાન સાત આવું કર્યું હતું.આમ સેબીના આદેશના ભંગ બદલ સાત લાખ ફટકારાયો છે.સેબી દ્વારા જારી કરવામાં આવેલી શો કોઝ નોટિસના જવાબમાં એનએચએઆઇએ જણાવ્યું હતું કે તે અનઓડિટેડ અર્ધવાર્ષિક પરિણામોની મંજૂરી સહિત તમામ બાબતોના સંદર્ભમાં તેના બહુમતી સભ્યોની મંજૂરી માંગે છે. જોકે સભ્યો હાજર ના હોવાથી સમયસર વિવરણ શક્યા નહોતા.

