[weather_data]
Breaking News
TRENDING NEWS

બુલેટ ટ્રેન માટે L&Tની 25,000 કરોડની લોએસ્ટ બિડ

[updated_date] [post_views]

Table of Content

નવી િદલ્હી : ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રોને મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ૨૫,૦૦૦નો કોન્ટ્રાક્ટ મળે તેમ છે કેમ કે તે ૫૦૮ કિલોમીટર લાંબા ટ્રેન પ્રોજેક્ટમાંથી ૨૩૭ કિલોમીટર લાંબા વાયડક્ટના ડિઝાઇન અને બાંધકામ માટે સૌથી નીચા દરની બિડ ભરનાર કંપની બની છે તેમ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સોમવારે જણાવ્યું હતું.સુત્રોનું કહેવું છે કે આ કોન્ટ્રાક્ટ ૨૪,૯૮૫ કરોડનો છે અને બાંધકામ કંપની લાર્સનને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સૌથી મોટો સિવિલ કોન્ટ્રાક્ટ મેળવી લેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન ભારતના સૌપ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ છે.જે જાપાનના સહયોગથી તૈયાર થઇ રહ્યો છે.

NHSRCLએ જણાવ્યું હતું કે આ સ્પર્ધાત્મક બિડિંગમાં સાત માળખાગત કંપનીઓને આવરી લેતા કુલ સાત બિડરો હતા.અન્ય બિડરોમાં આફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આઇઆરસીઓએન ઇન્ટરનેશનલ લિમિટેડ જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ-કોન્સોર્ટિયમ અને એનસીસી લિમિટેડ ટાટા પ્રોજેક્લિ મિટેડ- જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ-એચએસઆર કોન્સોર્ટિયમ હતા. ટેન્ડર માટે ટેક્નીકલ બિડો ૨૩ સપ્ટેમ્બરે ખુલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles