By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીનમાં કોરોનાનો હાહાકાર, શાંઘાઈમાં ફરીથી લોકડાઉન લાગુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીનમાં કોરોનાનો હાહાકાર, શાંઘાઈમાં ફરીથી લોકડાઉન લાગુ
GeneralNational

ચીનમાં કોરોનાનો હાહાકાર, શાંઘાઈમાં ફરીથી લોકડાઉન લાગુ

HM News
Last updated: 28/03/2022 8:53 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.28 માર્ચ 2022,સોમવાર : ચીનમાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવ્યો છે અને તેના સૌથી મોટા શહેર શાંઘાઈના મોટા ભાગના વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.શાંઘાઈના પુડોંગ અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારથી શુક્રવાર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.આ સાથે જ મોટા પાયે કોવિડની તપાસ કરવામાં આવી રહી છે.

શાંઘાઈના સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે,હુઆંગપુ નદીના વેસ્ટ સાઈડમાં ડાઉનટાઉન પ્રદેશમાં શુક્રવારથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે જ લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા,ખાવા-પીવાની વસ્તુઓ ઓનલાઈન મગાવાવ,મહત્વના કાર્યાલયો સિવાયના અન્ય કાર્યાલયોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શાંઘાઈના અનેક સેક્ટરને તાળા લાગ્યા

કોરોનાના પ્રસારને રોકવા માટે 26 મિલિયન લોકોની વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરના અનેક સેક્ટરને બંધ કરવામાં આવ્યા છે.સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.વિવિધ જગ્યાએ બૂથ બનાવીને કોવિડની તપાસ કરવામાં આવી રહી છે.જો કે લોકડાઉનના કારણે શાંઘાઈના અર્થતંત્ર પર ખરાબ અસર પડી રહી છે કારણ કે કોરોનાના કારણે શાંઘાઈનું ડિઝની થીમ પાર્ક પહેલેથી બંધ છે.

કોરોનાને રોકવા માટે મહત્વના પ્રયત્નો

અત્યારે ચીનના ઉત્તરપૂર્વી પ્રાંત જિલિનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.જ્યારે બીજિંગ ‘ડાઈનેમિક ઝીરa કોવિડ​​​​’ નીતિ અંતર્ગત કોવિડને રોકવાના પ્રયત્નો ચાલુ છે.સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે કોવિડને અસરકારક રીતે રોકવા માટે જરૂરી છે કે તાત્કાલિક લોકડાઉન લગાવવામાં આવે.

ચીનમાં વૃદ્ધોનું ઓછું રસીકરણ

ચીનમાં રસીકરણનો આંકડો 87 ટકા છે જેમાં વૃદ્ધોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુનો આપઘાત
CBDT દ્વારા ‘ઈન્ટ્રીમ એકશન’ પ્લાન રજૂ : લોકડાઉન દરમિયાન કોઇપણ મુદ્દે કરદાતાઓ સાથે સંપર્ક ન કરવા બોર્ડની તાકીદ
હેલો હેપિનેસ પહેલની શરૂઆત, ભારતનો હેપિનેસ ઈન્ડેક્સ વધારવાના મિશન સાથે ‘આઈ એમ હેપિનેસ’
IAS અધિકારી આઈસોલેશનમાંથી રફૂચક્કર : કોલ્લમના સબ કલેક્ટર અનુપમ મિશ્રા સામે નોંધાયો ગુનો
રખડતા કૂતરાંથી શહેરીજનો ભયભીત, ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ છતાં અમદાવાદમાં દર મહિને કૂતરાં કરડવાના પાંચ હજાર બનાવ
Share This Article
Facebook Email Print
Previous Article KGF Chapter 2નું Trailer રિલીઝ, ‘યશના જલવા સામે સંજય દત્તનો ખૂંખાર અંદાજ’
Next Article ભગવંત માનની ફ્રંટ ફૂટ પર બેટિંગ : સરકારી રાશન પણ હવે ઘર બેઠાં જ મળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up