મોસ્કો, તા. 06 મે 2022 શુક્રવાર : રશિયાના સૌથી મોટા લઘુમતી નસ્લી ગ્રૂપ તાતાર જ્ઞાતિમાંથી આવનારા એલવીરા અબીઉલ્લીનાને રશિયાની સત્તાના ગલિયારોમાં ફ્રેંચ ભાષામાં કવિતાઓ વાંચવા અને સંકટના સમયે આકરા પગલા ઉઠાવવા માટે જાણીતુ છે.તે રશિયાના સેન્ટ્રલ બેન્કનુ નેતૃત્વ કરનારી પહેલી મહિલા પણ છે.વર્ષ 2000માં પુતિનના સત્તા સંભાળ્યા બાદથી જ તેઓ તેમના નિકટના સહયોગી છે.પુતિને તેમને આર્થિક વિકાસના મંત્રી બનાવ્યા હતા અને બાદમાં તેમને પોતાના સલાહકારની ટીમમાં સામેલ કર્યા.તેમના કરિયરનો સૌથી મહત્વનો સમય 2013માં આવ્યો જ્યારે તેમને રશિયાના સેન્ટ્રલ બેન્કના પ્રમુખ બનાવવામાં આવ્યા.સેન્ટ્રલ બેન્ક રશિયાના સૌથી મહત્વના સંસ્થાનોમાંની એક છે.આ વર્ષો દરમિયાન સેન્ટ્રલ બેન્કને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ યુક્રેન યુદ્ધ આ સૌથી મોટો પડકાર છે.નબીઉલ્લીના ખૂબ ઓછુ બોલે છે, તેમના પગલા બજારને પ્રભાવિત કરે છે અને રશિયાની નાણાકીય નીતિની ચાવી તેમના જ હાથમાં છે.કદાચ આ કારણ છે કે તેઓ કયા આર્થિક પગલા ઉઠાવવાના છે? આના સંકેત મેળવવા માટે રોકાણકારો અને વિશ્લેષકોએ તેમના પોશાક પર લગાવવામાં આવેલા બ્રૂચના પ્રતીકોના સંકેતો આજુબાજુ ઘણા અર્થો ઘડવામાં આવ્યા છે.
બ્રૂચની ભાષા
બે વર્ષ પહેલા રશિયાના ટીવી ચેનલ સાથે વાત કરતા નબીઉલ્લીનાએ કહ્યુ હતુ, હુ દરેક પ્રતીકમાં કંઈને કંઈ લગાઉ છુ, હુ આને સમજાવવા જઈ રહી નથી.કેટલાક લોકો એ માને છે કે જ્યારે તેમણે બાજનુ બ્રૂચ લગાવ્યુ હતુ ત્યારે તેનો અર્થ એ હતો કે તેઓ વ્યાજદર વધારવા જઈ રહ્યા અને જ્યારે તેમણે વાદળ વાળુ બ્રૂચ પહેર્યુ ત્યારે મોંઘવારી દર ઓછા કરવાનો સંકેત આપ્યો.રશિયાના યુક્રેન પર આક્રમણ કરવાના કેટલાક દિવસ બાદ જ્યારે તેમણે એક સાર્વજનિક સમારોહમાં સામેલ થયા તો તેમણે કાળા વસ્ત્ર પહેર્યા હતા, જાણે તેઓ ગમ મનાવી રહ્યા હોય.જ્યારે પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધો બાદ રૂબલ ઘટ્યુ તો તેમણે પોતાની પોશાક પર પિન ના લગાવી, ઘણા લોકોએ આ વાત પર ધ્યાન આપ્યુ.તેમના વસ્ત્ર પર લગાવવામાં આવી રહેલા પિન એક જટિલ સંચાર સિસ્ટમનો ભાગ છે. જેનાથી રશિયાના બેંકરો અને રોકાણકારોને સંકેત મળે છે કે તેઓ આગળ શુ કરવા જઈ રહ્યા છે.ઉદાહરણ તરીકે જ્યારે માર્ચ 2020માં કોવિડ મહામારી વચ્ચે બજારમાં ઘટાડો આવ્યો ત્યારે નબીઉલ્લીનાએ એક રમકડાના આકારનુ બ્રૂચ લગાવ્યુ. કાચનું રમકડુ એવુ છે કે જ્યારે તે પડે છે, ત્યારે તે ઉઠે છે. તે વર્ષે એપ્રિલમાં જ્યારે મોટાભાગના લોકો ક્વોરન્ટાઈનમાં ત્યારે નબીઉલ્લીનાએ ઘરના આકારનુ બ્રૂચ લગાવ્યુ પરંતુ સમસ્યા એ છે કે કેટલીક વાર તે જટિલ પ્રતીકનો ઉપયોગ કરે છે. લેપર્ડ,તીર કમાન અને અન્ય કેટલાક જટિલ પ્રતીક જેમના સાચા અર્થ સુધી પહોંચવુ મુશ્કેલ હોય છે.યુદ્ધ શરૂ થયા બાદથી નબીઉલ્લીના સાર્વજનિક રીતે કોઈ બ્રૂચ લગાવીને સામે આવ્યા નહોતા.
લગભગ એક દાયકા સુધી સેન્ટ્રલ બેન્કનુ નેતૃત્વ કર્યા બાદ નબીઉલ્લીના, જેમને લેડી વિથ ધ બ્રૂચેજ પણ કહેવામાં આવે છે જે પદને 2027 સુધી સુનિશ્ચિત કરી દેવાયા છે.આ કાર્યકાળ તેમની ક્ષમતાઓની પરીક્ષા પણ થશે કેમકે પ્રતિબંધોથી ઘેરાયેલા રશિયાની અર્થવ્યવસ્થા કેટલાક પડકારોનો સામનો કરી રહી છે.
શક્તિશાળી લોકોમાં ગણતરી
નબીઉલ્લીનાને ઓપેરા પસંદ નથી, તેમના જાહેર છબી એક આકરા ટેક્નોક્રેટની છે.સેન્ટ્રલ બેન્કના પ્રમુખ તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ,વોલ સ્ટ્રીટ રોકાણકારો,વેપારીઓ અને સરકારના રણનીતિકારના વખાણ પ્રાપ્ત કર્યા છે.તેમને એક એવા પેશેવર તરીકે ઓળખવામાં આવે છે જે પોતાના મેદાનની રમતને સારી રીતે સમજે છે.
2013 અને 2017 ની વચ્ચે તેમણે ત્રણસોથી વધુ બેંકોના લાયસન્સ રદ કર્યા.આ બેંકો સારી કામગીરી કરી રહી ન હતી અને તેમના સંચાલન પર પ્રશ્નો ઉભા થયા હતા.આ રશિયાના ક્રેડિટ સંસ્થાનોમાંના એક તૃતીયાંશ હતી.આના લાયસન્સ સસ્પેન્ડ કરવાને લઈને નબીઉલ્લીનાના ખૂબ વખાણ પણ થયા.તેમને મોંઘવારીને નિયંત્રિત કરવાનો પણ શ્રેય આપવામાં આવે છે.વર્ષ 2018માં તેમણે વ્યાજ દર ઘટાડીને બે ટકા કર્યા હતા.આ ઐતિહાસિક ઘટાડો હતો.


