મુંબઇ : મહારાષ્ટ્રના બે પ્રમુખ શહેર મુંબઇ અને પુણેના લોકોની પ્રિય ડેક્કન ક્વીન તા.પહેલી જુને ૯૨ વર્ષ પૂર્ણ કરી રહી છે.આ ટ્રેન સેન્ટ્રલ રેલવેના ઇતિહાસમાં એક મોટી ઉપલબ્ધી હતી.મુંબઇ-પુણે વચ્ચે પરિવહન માટે શરૃ થયેલી આ પ્રથમ ડીલક્સ ટ્રેન હતી.આ ડેક્કન ક્વીનના બધા જ કન્વેશનલ કોચોને ૨૨મી જૂનથી મુંબઇ તથા ૨૩મી જૂનથી પુણેથી એલએચબી કોચ સાથે બદલવાનો નિર્ણય લેવાયો છે.
વર્ષ ૧૯૩૦ની પ્રથમ જૂને ગ્રેટ ઇન્ડિયન પેનિનસ્યુલા રેલવે(જીઆઇપી)જે હાલમાં સેન્ટ્રલ રેલવે છે ત્યાંથી શુભારંભ થયો હતો.શરૃઆતમાં ટ્રેનને માત્ર સાત ડબ્બાના બે રેક સાથે દોડાવવામાં આવી હતી.જેમાં એક રેકને સ્કારલેટ મોલડિંગ સહિત સિલવર કલરમાં રંગવામાં આવ્યો હતો.તથા બીજા રેકને સોનેરી લાઇનો સાથે રોયલ બ્લ્યૂ કલરમાં રંગાયો હતો.મૂળ રેકના ડબ્બાની અંદરની ફ્રેમનું નિર્માણ ઇંગ્લેન્ડમાં થયું હતું જ્યારે કોચનું નિર્માણ જીઆઇપી રેલવેના માટુંગા કારખાનામાં કરાયું હતું.હાલમાં ડેક્કન ક્વીન(૧૨૧૨૩/ ૧૨૧૨૪)૧૭ કોચ સાથે દોડી રહી છે.જેમાં એક વિસ્ટાડોમ કોચ,ચાર એસી ચેર કાર,નવ સેકન્ડ ક્લાસ ચેરકાર,એક એસી ડાઇનિંગ કાર,બે સેકન્ડ ક્લાસ બેઠક તથા ગાર્ડની બ્રેક વેન અને એક પેન્ટ્રી કારનો સમાવેશ થાય છે.
મુંબઇ-પુણે પ્રવાસીઓની પ્રિય ડેક્કન ક્વિનને આજે 92 વર્ષ પૂર્ણ થશે

Leave a Comment

