-24 કલાકમાં અમેરિકામાં 2,456 લોકોના કોરોનાને કારણે મોત થયા
એજન્સી, વોશિંગ્ટન
અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધી 59,000થી વધારો લોકોના મોત થયા છે. વીતેલા 24 કલાકમાં અહિંયા 2.456 લોકોએ કોરોના કારણે જીવ ગુમાવ્યા છે.જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ,અમેરિકામાં અત્યાર સુધી 10 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
અમેરિકામાં 10,12,399 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.જે દુનિયાભરમાં સૌથી વધારે છે.જો કે કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ આપીને અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું કે, અમે મૃતકોની સાથે સાથે તેમના પરિવારના લોકો માટે પણ પ્રાર્થના કરતા રહશું.આવું પહેલા ક્યારેય બન્યું નથી.આ મુશ્કેલીના સમયમાં અમેરિકાના કરોડો મહેનતું લોકોને મોટું બલિદાન આપવા માટે જણાવવામાં આવ્યું જે અંગે ક્યારેય કોઈએ વિચાર્યું નહીં હોય.કોઈ વિચાર્યું નહતું કે આપણે પણ ક્યારેય આવી સ્થિતિ અંગે પણ વાત કરીશું.