By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લો બોલો! ગર્લફ્રેન્ડને પરીક્ષામાં મદદ કરવા પ્રશ્નપત્ર લીક કરાવ્યું,એમપીએસસી કૌભાંડમાં છની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લો બોલો! ગર્લફ્રેન્ડને પરીક્ષામાં મદદ કરવા પ્રશ્નપત્ર લીક કરાવ્યું,એમપીએસસી કૌભાંડમાં છની ધરપકડ
GeneralMumbai

લો બોલો! ગર્લફ્રેન્ડને પરીક્ષામાં મદદ કરવા પ્રશ્નપત્ર લીક કરાવ્યું,એમપીએસસી કૌભાંડમાં છની ધરપકડ

HINDUSTAN MIRROR
Last updated: 27/08/2026 12:46 PM
HINDUSTAN MIRROR
23 hours ago
Share
Pc : Google
SHARE

મહારાષ્ટ્ર લોકસેવા પંચની દવા નિરીક્ષક,જૂથ-બ ભરતી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કૌભાંડમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ એમપીએસસી કર્મચારીઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, ૨૪ વર્ષીય ગૌરવ ઉર્ફે લોકેશ પાટીલે પોતાની પ્રેમિકા રુતુજા માટે કથિત રીતે લીક થયેલું પ્રશ્નપત્ર મેળવ્યું હતું.બંને વચ્ચે સંબંધ તૂટ્યા બાદ ગૌરવે એમપીએસસી સમક્ષ પ્રશ્નપત્ર લીક થયાની ફરિયાદ કરી હતી.તપાસ આગળ વધતાં તે પોતે જ કથિત કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું પોલીસને જાણવા મળ્યું.

આ કેસમાં એમપીએસસીના અવર સચિવ અભિજિત લેંદવે,સહાયક વિભાગ અધિકારીઓ વિશ્વેશ્વર નકાટે અને ગોપાલ મારાઠે, નંદુરબારની કૌટિલ્ય કોચિંગ સંસ્થાના સંચાલક પ્રવીણ પાટીલ,શાળાશિક્ષક અમૃત નામદેવ પાટીલ અને ગૌરવ પાટીલની ધરપકડ કરવામાં આવી છે.ગૌરવની કથિત પ્રેમિકા રુતુજાને પોલીસે નોટિસ પાઠવી છે.

પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર મેળવ્યાનો આરોપ

પોલીસ તપાસ મુજબ, ૨૨ માર્ચે યોજાયેલી દવા નિરીક્ષકની ભરતી પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર બહાર પહોંચી ગયું હતું.તપાસમાં એવો આક્ષેપ છે કે નકાટે એમપીએસસી કચેરીમાંથી પ્રશ્નપત્ર મેળવ્યું અને તેને લેંદવે સુધી પહોંચાડ્યું હતું.ત્યારબાદ પ્રશ્નપત્ર મારાઠે મારફતે કૌટિલ્ય કોચિંગ સંસ્થાના સંચાલક પ્રવીણ પાટીલ સુધી પહોંચ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, પ્રવીણ પાટીલે લીક થયેલું પ્રશ્નપત્ર અમૃત પાટીલને આપ્યું હતું.અમૃત પાટીલની પુત્રી રુતુજાએ આ પરીક્ષા આપી હતી.પોલીસના દાવા પ્રમાણે, લીક થયેલા પ્રશ્નસેટના ૭૭ પ્રશ્નો મૂળ પરીક્ષાના પ્રશ્નપત્રમાં આવેલા ૨૯૪ પ્રશ્નોમાંથી સમાન અથવા મળતા આવતા હતા.

રૂ.૫ લાખની લેવડદેવડનો દાવો

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે કે અમૃત પાટીલે પ્રશ્નપત્ર મેળવવા માટે પ્રવીણ પાટીલને રૂ.૫ લાખ ચૂકવ્યા હતા.સમગ્ર પ્રશ્નપત્ર માટે કુલ રૂ.૧૨ લાખની રકમ નક્કી કરવામાં આવી હોવાનો દાવો પણ સામે આવ્યો છે.જોકે, આ નાણાકીય વ્યવહાર અંગેની અંતિમ હકીકત પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.

પ્રેમસંબંધ તૂટ્યો અને ફરિયાદથી કૌભાંડ બહાર આવ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, રુતુજાએ પરીક્ષા પાસ કર્યા બાદ ગૌરવ સાથેના સંબંધોમાં તણાવ આવ્યો અને બંને વચ્ચે સંબંધ તૂટી ગયો.ત્યારબાદ ગૌરવે ૨૨ જુલાઈએ એમપીએસસીને ઈ-મેઇલ કરીને પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હોવાની માહિતી આપી હતી.શરૂઆતમાં ગૌરવને ફરિયાદી અથવા માહિતી આપનાર વ્યક્તિ તરીકે જોવામાં આવ્યો હતો.પરંતુ તપાસ દરમિયાન પોલીસને તેની ભૂમિકા અંગે શંકા ગઈ. પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે તે પોતે પણ લીક થયેલા પ્રશ્નપત્ર સુધી પહોંચ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

૪૪ હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

દવા નિરીક્ષકની આ ભરતી પરીક્ષા ૨૨ માર્ચે મહારાષ્ટ્રના છ વિભાગીય મુખ્ય મથકો પર યોજાઈ હતી.આ ભરતીમાં ખાદ્ય અને ઔષધ વહીવટ વિભાગની ૧૫૪ જૂથ-બ રાજપત્રિત જગ્યાઓ માટે આશરે ૪૪,૫૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.૧૨ જૂને પરિણામ જાહેર થયા બાદ ૫૦૬ ઉમેદવારોને મુલાકાત માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા હતા.તેમાંથી ૪૮૮ ઉમેદવારોની મુલાકાત ૧થી ૨૨ જુલાઈ દરમિયાન લેવામાં આવી હતી.

એમપીએસસીએ ભરતી પ્રક્રિયા રદ કરી

પ્રશ્નપત્ર લીક અંગેની ફરિયાદો મળ્યા બાદ એમપીએસસીએ મુંબઈ પોલીસ પાસે તપાસની માંગ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં લીક થયું હોવાનું પ્રથમદર્શી રીતે સામે આવ્યા બાદ એમપીએસસીએ સમગ્ર દવા નિરીક્ષક ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે.હવે આ ભરતી માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે.અગાઉની પ્રક્રિયામાં પાત્ર ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની જરૂર રહેશે નહીં અને નવી પરીક્ષા માટે અલગથી પરીક્ષા ફી પણ લેવામાં આવશે નહીં.નવી પરીક્ષાની તારીખ અને અન્ય વિગતો એમપીએસસી દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે.

આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા મહારાષ્ટ્ર સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતિ નિવારણ કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.ધરપકડ કરાયેલા તમામ છ આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઘરમાં એકલી હતી મુસ્કાન, અચાનક થયો જીવલેણ હુમલો; જિમ ટ્રેનર શંકાના ઘેરામાં, આરોપી ફરાર
Next Article શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયાની જેમ ઊંધા લટકતા હતા? – કંગના રણૌત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

19 hours ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

20 hours ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

20 hours ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

20 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up