By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કટ્ટરપંથી સંગઠન PFI દ્વારા આયોજિત રેલીને પરવાનગી આપવાનો દિલ્હી પોલીસનો ઇનકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કટ્ટરપંથી સંગઠન PFI દ્વારા આયોજિત રેલીને પરવાનગી આપવાનો દિલ્હી પોલીસનો ઇનકાર
GeneralNational

કટ્ટરપંથી સંગઠન PFI દ્વારા આયોજિત રેલીને પરવાનગી આપવાનો દિલ્હી પોલીસનો ઇનકાર

HM News
Last updated: 30/07/2022 8:37 AM
HM News
4 years ago
Share
SHARE

– દિલ્હી VHPના પ્રદેશ મંત્રી સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે PFI આખા દેશમાં સંદિગ્ધ ગતિવિધિઓમાં સામેલ રહે છે અને તેને રાજધાનીમાં રેલીની પરવાનગી આપી શકાય નહીં.

કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI દ્વારા શનિવારે (30 જુલાઈ 2022) દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલ એક રેલીને દિલ્હી પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. PFI દ્વારા ‘સેવ ધ રિપબ્લિક’ નામથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે નવી દિલ્હીના આંબેડકર ભવનથી ઝંડેવાલા વિસ્તાર સુધી આયોજિત કરવામાં આવી હતી.જોકે, આ મામલે ફરિયાદ થયા બાદ પોલીસે સંજ્ઞાન લીધું હતું.

રિપોર્ટ અનુસાર, વિશ્વ હિંદુ પરિષદે દિલ્હી પોલીસને પત્ર લખ્યા બાદ તેને ધ્યાનમાં રાખીને પોલીસે આ કાર્યવાહી કરી છે.પરિષદે દિલ્હી પોલીસને પત્રમાં વિનંતી કરી હતી કે તેઓ PFI દ્વારા આયોજિત રેલી ઉપર રોક લગાવે. 29 જુલાઈના રોજ લખવામાં આવેલ આ પત્રમાં દિલ્હી VHPના પ્રદેશ મંત્રી સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે PFI આખા દેશમાં સંદિગ્ધ ગતિવિધિઓમાં સામેલ રહે છે અને તેને રાજધાનીમાં રેલીની પરવાનગી આપી શકાય નહીં.

VHP દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, 30 જુલાઈએ બપોરે 2:30 વાગ્યાની આસપાસ PFI આંબેડકર ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.આ સંગઠન આખા દેશમાં શંકાસ્પદ ગતિવિધિઓ કરતું રહે છે.દેશનાં ઘણાં રાજ્યોમાં બનેલા હિંસક બનાવોમાં PFIની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.એક તરફ સ્વતંત્રતા દિવસ પણ નજીક છે ત્યારે રાજધાનીમાં આ સંગઠનની પ્રવૃત્તિઓ વાતાવરણ ખરાબ કરી શકે છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

વધુમાં પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, આ કારણોસર સંગઠન પોલીસને તાત્કાલિક રોક લગાવવા માટે અપીલ કરે છે.જે બાદ આ પાત્ર VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ ટ્વિટર પર શૅર કર્યો હતો.તેમણે લખ્યું કે, વિશ્વ હિંદુ પરિષદ ક્યારેય પણ PFIની દેશવિરોધી ગતિવિધિઓ ચલાવી લેશે નહીં.અમે આ રેલી પર રોક લગાવવા માટે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.

આ પહેલા ગત 7 જુલાઈના રોજ તેલંગાણા ભાજપ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવવામાં આવી હતી.નિઝામાબાદમાંથી સંગઠનના ચાર નેતાઓની ધરપકડ બાદ તેલંગાણા ભાજપે ગૃહ મંત્રાલયને અપીલ કરીને કહ્યું હતું કે સંગઠન વર્ષોથી મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવવામાં સક્રિયપણે ભાગ ભજવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી દેશમાં બની રહેલી હિંસક ઘટનાઓમાં સતત વિવાદાસ્પદ અને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFIનું નામ સામે આવતું રહ્યું છે.નૂપુર શર્માની કથિત વિવાદિત ટિપ્પણીને લઈને કાનપુરમાં થયેલાં તોફાનોથી માંડીને કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેની હત્યામાં પણ આ સંગઠન તપાસ હેઠળ આવ્યું હતું.આ ઉપરાંત તાજેતરમાં કર્ણાટકમાં થયેલી ભાજપ નેતાની હત્યામાં પણ આરોપીઓ PFI સાથે જોડાયેલા હોવાનું બહાર આવી ચૂક્યું છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આસામમાં ટેરર મોડ્યુલ અંસારુલ્લાહ બાંગ્લાનો પર્દાફાશ : આરોપીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળી આવ્યું
Next Article રેકમેન્ડેશન લેટર જોઇએ તો હોય તો રૂપિયા અથવા સારા બ્રાંડની સ્કોચ-વ્હીસ્કી લાવવી પડે : MSU પ્રોફેસર પર લાગ્યા આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

5 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

5 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

5 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up