મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 400ને પાર (corona)પહોંચી ગઇ છે. જ્યારે 31 દર્દીઓના મોત નિપજ્યા છે.. ભોપાલ અને ઇન્દોર બાદ હવે નાના શહેરોમાં કોરોના પગપેસારો કરી રહ્યો છે.. છેલ્લા (corona)બે દિવસોમાં મધ્યપ્રદેશના નાના શહેરોમાં કોરોના વાયરસના 24 નવા કેસ સામે આવ્યા છે. સંભાવના છે કે આ શહેરોમાં ટેસ્ટિંગની ગતિ વધારવાથી હજુ પણ નવા કેસો સામે આવી શકે છે.. નાના શહેરોમાં હજુ પણ જે સંક્રમિત દર્દી મળ્યા છે તેઓ છેલ્લા 15 દિવસમાં જમાતીઓના સંપર્કમાં આવ્યા હતા.
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 400ને પાર પહોંચી ગઇ
રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે રાજ્યમાં ઘણા સ્થળોએ માત્ર તબલિગી જમાતીઓના કારણે નવા સંક્રમણના કેસ નોંધાયા છે.. તેમની ઓળખ કરવામાં અને હોસ્પિટલે પહોંચાડવા દરમિયાન ઘણા સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા. હજુ પણ કેટલાક જમાતીઓએ છુપાયેલા છે. આવા શરારતી તત્વોને છોડવામાં આવશે નહીં.
મધ્ય પ્રદેશ સરકારે ભોપાલ. ઇન્દોર અને ઉજ્જૈનની સરહદ સીલ કરવાના આદેશ આપી દીધા
ઇન્દોર અને ભોપાલમાં દર્દીઓની સંખ્યા વધ્યા બાદ તેમજ પાડોશી જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશ સરકારે ભોપાલ. ઇન્દોર અને ઉજ્જૈનની સરહદ સીલ કરવાના આદેશ આપી દીધા છે. 16 દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં તકલીફ થવા લાગી છે.. જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે.. આ ઉપરાંત આ શહેરોમાં સોશિયલ મીડિયા પર કોઇ પણ વાંધાજનક પોસ્ટ મુકવા સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે.
ધારાસભ્યની ડિગ્રી લીધા વિના ખુરશી પર બેસનારા ઉદ્ધવ માથે મોટું સંકટ, કોરોનાના કારણે પદ જાય તેવા પ્રથમ નેતા બની શકે છે.