કોરોના વાયરસની મહામારીએ દુનિયામાં એક પ્રકારની બેચેની ઉભી કરી દીધી છે.અમેરિકા સતત આ મહામારી માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યું છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આર-પારની લડાઇના મૂડમાં છે.હવે આ મહામારીની તપાસને લઇ અમેરિકા ચીનમાં પોતાના કેટલાંક એક્સપર્ટસને મોકલવા માંગે છે જેથી કરીને આ બીમારીની ઉપજની તપાસ કરી શકાય.ટ્રમ્પે સંકેત આપી દીધા કે તેઓ ચીનમાં પોતાના એક્સપર્ટસ મોકલવા માંગે છે જેથી કરીને કેસની તપસા કરી શકાય.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ચેતવણી આપી હતી કે ચીનને તેની સજા ભોગવવી જ પડશે.અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે ચીની અધિકારીઓ સાથે ઘણા સમય પહેલાં વાત કરી હતી કે અમે અંદર જવા માંગીએ છીએ.અમે જોવા માંગીએ છીએ કે વુહાનમાં શું થઇ રહ્યું છે, શું ચાલી રહ્યું છે.પરંતુ તેઓ અમારું સ્વાગત કરવા માટે તૈયાર નથી.
ચીનને લઇ ટ્રમ્પે કહ્યું કે જ્યારે ચીનની સાથે ટ્રેડ ડીલ થઇ તો હું ખૂબ ઉત્સાહી હતું,પછી ચીનથી આ બીમારી આવી,હવે વિષય ચિંતાનો થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પોતાના સ્તર પર આ વાયરસને લઇ તપાસ શરૂ કરી દીધી છે.અમેરિકા એ વાતની સચ્ચાઇ શોધી રહ્યું છે કે શું કોરોના વાયરસનો જન્મ વુહાનની એક લેબથી થયો હતો.
અમેરિકન રાષ્ટ્રપતિ સતત કોરોના વાયરસને ચાઇનીઝ વાયરસ કહેતા આવ્યા છે,હવે તેઓ એક પ્લેગની સંજ્ઞા આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી તપાસમાં જે પણ સામે આવશે અમે તેના આધાર પર એકશન લઇશું.
ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જો ચીન તેનું જવાબદાર નીકળે છે તો તેને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું.કોરોના વાયરસને લઇ WHO અને ચીન પર મિલીભગત હોવાનો આરોપ લગાવતા ટ્રમ્પે ફંડિંગ પણ રોકી દીધું છે.
આપને જણાવી દઇએ કે અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના લીધે 6.50 લાખથી વધુ લોકો બીમાર પડ્યા છે જ્યારે 40000થી વધુ લોકોને જીવ ગુમાવવા પડ્યા છે.અમેરિકાનું ન્યૂયોર્ક એવું શહેર છે જ્યાં કેટલાં દેશો કરતાં વધુ કેસ સામે આવી ચૂકયા છે.