કોરોનાના કારણે ૪૨ ટકા સંપત્તિમાં ઘટાડો
નવીદિલ્હીઃ કોરોના વાયરસના લીધે દુનિયાભરના અરબપતિઓની ઉંઘ ખરાબ થઈ ગઈ છે.વ્યવસાયી પ્રવૃતિઓ સુસ્ત પડવાથી તેમની સંપતિમાં ભારે ઘટાડો આવ્યો છે.ભારતના સૌથી ધનવાન વ્યકિત મુકેશ અંબાણીની પણ ૪૨ ટકા સંપતિ ઘટી છે એટલે દરેક ૧૦૦ કરોડમાંથી તેમના ૪૨ કરોડ ઓછા થયા છે.એટલું જ નહીં કોરોનાના કારણે લાંબા સમય બાદ મુકેશ અંબાણી અકિલા બ્લુમબર્ગ બિલયનેર ઈન્ડેકસમાં સામેલ ટોપ-૨૦ અરબપતિઓના લીસ્ટમાંથી પણ બહાર થઈ ગયા છે.ગુરૂવારે અંબાણી ૧૯મા સ્થાનેથી કનિદૈ લાકિઅ નીચે આવી ૨૦મા સ્થાને પહોંચ્યા હતા.પણ ગઈકાલે તેઓ વધુ એક સ્થાન નીચે આવી ૨૧માં સ્થાને પહોંચ્યા હતા.