આ વખતે સઉદી અરબના મક્કા અને મદીના સ્થિત બે મોટી મસ્જિદોમાં રમઝાન મહિના દરમિયાન નમાઝ પઢવામાં નહિ આવે.સઉદી પ્રશાસને રમઝાનનો મહિનો શરૂ થતા પહેલા જ તેના પર રોક લગાવી દીધી છે.અરબ ન્યૂઝના જણાવ્યા અનુસાર આ નિર્ણય કોરોના વાયરસ(કોવિડ-19)ના સંક્રમણને ફ્લાતો રોકવા માટે લેવામાં આવ્યો છે.આ મહામારીથી બચાવ માટે મક્કા સ્થિત ગ્રાંડ મસ્જિદ અને મદીના સ્થિત પ્રોફેટ મસ્જિદમા રમઝાન દરમિયાન નમાઝ પઢવા પર રોક લગાવવામાં આવી છે.
આ બંને મસ્જિદોના અધ્યક્ષ જનરલ શેખ ડૉ.અબ્દુલ રહેમાન બિન અબ્દુલ અઝીઝ અલ સુદેસે ટ્વિટ કરીને જણાવ્યુ કે મક્કાની મસ્જિદ અલ-હરામ અને અલ મસ્જિદ અલ-નબાબીમાં રમઝાન દરમિયાન લાઉડ સ્પીકર પર અજાન કરવામાં આવશે પરંતુ આ મસ્જિદોમાં પ્રવેશની અનુમતિ નહિ હોય.માહિતી માટે તમને જણાવી દઈએ કે સઉદી અરબના ગ્રાંડ મુફ્તી શેખ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ્લા અલ શેખે લોકોને અપીલ કરી છે કે આ મહામારીના કારણે આગલા સપ્તાહથી શરૂ થનારા રમઝાનના મહિનામાં તરાવીહની નમાઝ સાથે જ ઈદની નમાઝ પણ ઘરે જ પઢો.જેથી સઉદીમાં વાયરસનુ સંક્રમણ ફેલાતુ રોકી શકાય.
સઉદી સરકારના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 10,484 કેસ સામે આવી ચૂક્યા છે અને 103 લોકોના મોત થયા છે.આ ઉપરાંત 1490 એવા લોકો પણ છે જે રિકવર થઈ ચૂક્યા છે.વળી, અહીં પહેલા જ આંતરરાષ્ટ્રીય ઉડાનોને રોકી દેવામાં આવી છે.આ ઉપરાંત વર્ષભર ચાલતા ઉમરા અને હજને પણ અટકાવી દેવામાં આવ્યુ છે અહીં વાયરસના બચાવ માટે મોટાભાગના સાર્વજનિક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે.