બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યાં જ બીજી તરફ તેનો પતિ રાજ કુંદ્રા લાઇમલાઇટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. શિલ્પાના ફિલ્મોમાં કરવા છતા રાજ કુંદ્રાએ ક્યારેય ફિલ્મોમાં આવવાની ઇચ્છા જાહેર કરી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં તે ખુબ જ સક્રિય છે.
રાજ કુંદ્રાની સક્રિયતાનો જ કમાલ છે કે, તે ફિલ્મોમાં કામ નથી કરતો અને તેના ટિકટોક પર 1 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. રાજ કુંદ્રાના એક મિલિયન ફોલોઅર્સ થવા પર ગણા સેલિબ્રિટી ચોંકી ગયા છે. રાજ કુંદ્રા પણ આથી ખુબ જ ખુશ છે અને તેને એક વીડિયો શેર કર્યો છે.રાજ કુંદ્રા ગીત,’ન હમ અમિતાભ, ન દીલિપ કુમાર, ન કીસી હીરો કે બચ્ચે’ પર નાચતો નજર આવી રહ્યો છે. તે દરમિયાન શિલ્પા શેટ્ટી પણ ત્યાં પહોંચી જાય છે અને રાજને એક થપ્પડ લગાવે છે. તેના પછી શિલ્પા કહે છે,’ઓકાતમાં રહો મારા પતિ છો તમે.’
રાજ કુંદ્રાએ વીડિયો શેર કરતા લખ્યુ,’આ પ્રેમ માટે તમામ લોકોનો આભાર. ટીકટોક પર ત્રણ મહિનામાં એક મિલિયન ફોલોઅર્સ કેવી રીતે? આ મજાક છે! શિલ્પા.’