કોરોના વાયરસને રોકવામાં આવે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસનાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. સામાન્ય જનજીવન તો સંપૂર્ણ રીતે ઠપ્પ થયું જ, પરંતુ વેપારની સ્પીડ પણ કાચબા જેવી થઈ ગઈ. લોકડાઉન ખત્મ થશે કે નહીં, આ નિર્ણય આ અઠવાડિયે લઇ લેવામાં આવશે. એવું પણ થઈ શકે છે કે સરકાર એ તમામ વિસ્તારોમાં પોતાની ઑફિસો ખોલી દે જ્યાં કોરોનાનાં કેસ નથી. સોમવારનાં કેબિનેટ મીટિંગમાં પીએમ મોદીએ ઇશારો કર્યો કે લોકડાઉન બાદ તબક્કાવાર સરકારી ઑફિસ ખોલી શકાય છે.
ખેડૂતોને મદદ કરવા માટે અપાઈ સલાહ
જો કે આવું એ જ જગ્યાએ કરવાનું પ્લાન હશે જ્યાં કોરોના વાયરસનાં વધારે દર્દીઓ નથી. પ્રધાનમંત્રીએ સોમવારનાં કેબિનેટ મીટિંગમાં મંત્રીઓ સાથે આ સંબંધમાં એક પ્લાન તૈયાર કરવા કહ્યું છે. લૉકડાઉનનો સૌથી વધારે માર પડ્યો ખેડૂતો પર, જેમના પાકની કાપણી થવાની હતી અથવા કાપણી થઈને પાક ખેતરમાં પડ્યો હતો. લૉકડાઉનમાં તેઓ પરેશાન છે અને કરે તો કરે શું. આવામાં ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને ખાસ સલાહ આપી છે.
કોરોના સામે ચાલશે લાંબી લડાઈ, દેશે તૈયાર રહેવું પડશે
સોમવારનાં તેઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતાના સાથીઓ સાથે જોડાયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તમામ મંત્રીઓને કહ્યું કે એપ આધારિત કેબ/ટેક્સીની માફક ‘ટ્રક એગ્રીગેટર્સ’ જેવી ઇનોવેટિવ રીતનો ઉપયોગ કરીને ખેડૂતોને બજાર સાથે જોડો. આ પહેલા પીએમ મોદી સોમવરાનાં બીજેપી કાર્યકર્તાઓ સાથે પાર્ટીનાં 40માં સ્થાપના દિવસ પર વાત કરતા સમયે કહી ચુક્યા હતા કે કોરોનાની સામે જંગ લાંબી ચાલવાની છે. તેમણે કહ્યું કે, “દેશે લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે. આમાં ના થાકવાનું છે, ના હારવાનું. લાંબી લડાઈ છતા આપણે જીતવાનું છે, વિજય થઇને નીકળવાનું છે. સંકલ્પ એક છે કોરોના સામે વિજય, લડાઈમાં જીત.”
મંત્રીઓને અપાયા આ આદેશ
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “COVID-19ની વિરુદ્ધ પ્રેરિત, સંકલ્પિત અને સતર્ક રહેવાની જરૂર છે.” તેમણે સંબંધિત મંત્રીઓને કહ્યું કે, “તેઓ ગરીબ કલ્યાણ યોજના પર ધ્યાન આપે કે તેના ફાયદા કોઈપણ અડચણ વગર લોકો સુધી પહોંચે.” તેમણે કહ્યું કે, “જે જિલ્લા હૉટસ્પોટ છે, ત્યાં સ્થિતિથી વાકેફ રહો અને સમસ્યાઓ દૂર કરો. PDS સેન્ટર્સ પર ભીડ ના થાય, મોનિટરિંગ વ્યવસ્થિત કરો અને ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરો. બ્લેક માર્કેટિંગ અને જરૂરી ચીજોનાં ભાવ વધવાથી રોકો.”
માઇક્રો લેવલ પર થાય પ્લાનિંગ – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, “જરૂરી દવાઓનું ઉત્પાદન ઠીક સમયે થાય અને પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પણ જલદી બને. જરૂરી વસ્તુઓની સપ્લાય લાઇન્સ ચાલુ રહેવા અને ઉપલબ્ધતા માટે માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરવાની જરૂર છે.” તેમણે કહ્યું કે, “લૉકડાઉન ખત્મ થયા બાદ પેદા થનારી સ્થિતિ માટે રણનીતિ બનાવવી જરૂરી છે.” તેમણે તમામ મંત્રીઓને એ 10 મોટા નિર્ણયો અને 10 પ્રાથમિકતાવાળા વિસ્તારોની લિસ્ટ તૈયાર કરવા કહ્યું છે જે તેઓ લોકડાઉન બાદ કરવા ઇચ્છે છે. પીએમ મોદીએ એ પણ કહ્યું કે, પડકારોની વચ્ચે ભારતે બીજા દેશો પર પોતાની નિર્ભરતા ઓછી કરવાની છે. તેમણે તમામ વિભાગોને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવાનાં ઉપાયો કરવાનું કહ્યું છે.