ચીનનાં વુહાનમાં 76 દિવસ પછી લૉકડાઉન ઉઠાવવામાં આવ્યું અને હવે ચીનમાં કોરોના વાઇરસનાં નવા કેસિઝ નોંધાવા માંડ્યા.રવિવારે ચીનમાં કોરોનાનાં 108 કેસિઝ નોંધાયા જે ગયા 6 અઠવાડિયાનાં સૌથી વધુ કેસિઝ છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાઇરસનાં હુમાલનો બીજો રાઉન્ડ હોઇ શકે છે.5મી માર્ચે ચીનમાં કોરોનાનાં એક સાથે 100થી વધુ કેસિઝ નોંધાયા હતા અને પછી રેકોર્ડ બ્રેકિંગ કેસ લૉકડાઉન ઉઠાવતાં જ નોંધાયા.
ફેબ્રુઆરીનાં અંતમાં ચીને વાઇરસનાં ફેલાવા પર કાબુ મેળવ્યો અને જલદી જ બાકીનાં વિશ્વમાં વાઇરસનો ફેલાવો થવા માંડ્યો.ચીનમાં પહેલાં તો રોજનાં 60 જેટલા કેસિઝ બહાર આવતા પણ સમયાંતરે સ્થિતિ કાબુમાં આવી.જો કે વાઇરસનાં એપી સેન્ટર ગણાતા વુહાન પરથી લૉકડાઉન હટાવ્યું ત્યાં તો સેકન્ડ વેવનાં લક્ષણ દેખાવા માંડ્યા.નેશનલ કમિશન ઑફ ચીનની માહિતી અનુસાર વિદેશોથી ચેપ લાવનારા લોકોની કુલ સંખ્યા 1,378 છે અને સ્થાનિક ચેપના 10 કેસની સાથે,લક્ષણો વગર ચેપ લાગતા લોકોની સંખ્યા 1,064 છે.એનએચસી મુજબ,સ્થાનિક ચેપના 10 કેસોમાંથી સાત હિલોંગજિયાંગ પ્રાંતમાં અને ત્રણ ગુઆંગડોંગ પ્રાંતના છે.ઉત્તર પૂર્વ ચીનના હિલોંગજિયાંગ પ્રાંતમાંથી 56 નવા કેસ નોંધાયા છે.આ પ્રાંત રશિયાની સરહદે છે.હાલમાં ચીને આ સરહદ પરથી આવતા તમામ લોકોને 28 દિવસ માટે એકલતામાં રહેવાનો હુકમ ફરમાવ્યો છે.બેઇજિંગમાં સત્તાધિશોને ચિંતા પેઠી છે કે આ પરિસ્થિતિ બીજા વેવનાં સંકેત ન હોવા જોઇએ.