ટ્વિટર પર પોતે કરી આ ઘોષણા – “છેલ્લા 24 કલાકમાં મારામાં કોરોનાના હળવા લક્ષણો વિકસિત થયા છે અને કોરોના વાયરસ માટે મારો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે : હું હવે એકાંતવાસમાં છું, પરંતુ સરકારના પ્રતિસાદને વીડિયો-કોન્ફરન્સ દ્વારા આગળ વધારીશ : સાથે મળીને આપણે કોરોનાને હરાવીશું.” : દુનિયા સ્તબ્ધ
બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જ્હોસનનો શુક્રવારના રોજ કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે.
બ્રિટિશ વડાપ્રધાન જ્હોનસને ટવીટ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના લક્ષણો જોવા માટે મળ્યા હતા અને ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. અત્યારે હું સેલ્ફ આઇસોલેશનમાં છું પરંતુ હું મારી સરકારી જવાબદારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિભાવીશ.બ્રિટનમાં શાહી પરિવાર સુધી પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસની ચપેટમાં સરકાર પણ આવી ગઈ છે. દેશને કોવિડ-19ના ઈન્ફેક્શનથી બચાવવાના પ્રયત્નો કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસમાં પણ કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યો છે. તેઓ સરકાર તરફથી આ આપત્તિ સામે લડવા માટેના કામ કરતા રહેશે.બ્રિટનમાં અત્યારસુધીમાં 12000 લોકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે અને 578 લોકોના મોત થઈ ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને પણ સેલ્ફ આઇસોલેશનમાં ખસેડ્યા હતા.